WhatsApp Desktop 9 shortcuts: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ આજકાલ દુનિયાભરમાં કરોડો યૂઝર્સની પહેલી પસંદ થઇ ચૂકી છે. વૉટ્સએપ વેબ તમારા કૉમ્પ્યુટર પર વૉટ્સએપનો ઉપયોગ કરવા માટે એક જરૂરી ટૂલ છે. વૉટ્સએપનુ વેબ વર્ઝન ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મના મોટાભાગના ફિચર્સને મોટી સ્ક્રીન પર એક્સેસ કરવુ આસાન બનાવે છે. ભલે પછી તમારો સ્માર્ટફોન ત્યારે તમારી પાસે કે આજુબાજુમા ન હોય. કેટલાક કીબૉર્ડ શૉર્ટકટ છે, જે પ્લેટફોર્મનનો ઉપયોગ કરવાનુ આસાન બનાવે છે. જો તમે માઉસ વિના કામ કરી રહ્યાં છો, તો આ શૉર્ટકટ ખાસ કરીને તમને કામ આવશે. અહીં કેટલાક વૉટ્સએપ વેબ કીબૉર્ડ શૉર્ટકટ આપવામાં આવ્યા છે, જેને તમારે જાણી લેવા ખુબ જરૂરી છે. 


ડેસ્કટૉપ યૂઝર્સ માટે વૉટ્સએપના મહત્વના 9 શૉર્ટકટ - 


Archive chat 
ચેટને અર્કાઇવ કરવા માટે તમારે Ctrl + Alt + Shift + E નો ઉપયોગ કરવો પડશે. 


​Pin chat 
કોઇપણ ચેટને પિન કરીને ટૉપ પર લાવવા માટે તમારે Ctrl + Alt + Shift + P નો ઉપયોગ કરવો પડશે. 


​Search chat 
જો કોઇ ચેટને સર્ચ કરવી છે, તો તમે Ctrl + Alt + Shift + F શૉર્ટકટનો ઉપયોગ કરી શકો છો.  


Mute 
કોઇ ચેટને મ્યૂટ કરવી છે તો તેના માટે શૉર્ટકટ Ctrl + Alt + Shift + M છે.


Delete chat 
કોઇપણ ચેટને પોતાના વૉટ્સએપ પરથી ડિલીટ કરવી છે, તો તેના માટે તમારે Ctrl + Alt + Backspace નો ઉપયોગ કરવો પડશે. 


​New group 
પોતાના વૉટ્સએપ પર કોઇ નવુ ગૃપ બનાવવા માંગો છો, તે તેના માટે તમારે Ctrl + Alt + Shift + N નો ઉપયોગ કરવો પડશે.  


Profile and about 
કોઇ યૂઝરની પ્રૉફાઇલ અને અબાઉટ ઇન્ફૉર્મેશન ચેક કરવા માટે Ctrl + Alt + P નો ઉપયોગ કરવાનો છે. 


Access Settings 
જો યૂઝર સેટિંગ્સ એક્સેસ કરવા માંગે છે, તો Ctrl + Alt + , (comma) નો ઉપયોગ કરવો પડશે. 


Mark as unread 
કોઇપણ ચેટને અનરીડ માર્ક કરવા માટે તમારે Ctrl + Alt + Shift + U નો ઉપયોગ કરવો પડશે. 


 


 


Tech News : WhatsApp ફ્રોડ રોકવા માટે મોદી સરકાર આવી મેદાને, ઘડ્યો માસ્ટર પ્લાન


WhatsApp : ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે ભારત સરકાર પગલાં લઈ રહી છે. ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, તેઓ છેતરપિંડી રોકવા માટે WhatsApp સાથે સક્રિય રીતે જોડાયેલા છે. મંત્રીએ કહ્યું હતું કે, મેટા-માલિકીનું WhatsApp તેની મેસેજિંગ સેવામાંથી મોબાઇલ નંબરોની નોંધણી રદ કરવા માટે સંમત થયું છે, જેના દ્વારા છેતરપીંડી થતી હોવાનું જણાયું છે. આવા નંબરોની મોબાઈલ સેવા પહેલાથી જ ડિસ્કનેક્ટ થઈ ગઈ હતી. ટેલિકોમ મંત્રીએ આ વાત ત્યારે કહી જ્યારે તેમને વોટ્સએપ પર કહેવાતા આંતરરાષ્ટ્રીય નંબરોથી સ્કેમર્સને રોકવા માટે સરકારના પગલા વિશે પૂછવામાં આવ્યું હતું.


અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ સાથે પણ વાતચીત યથાવત 


થોડા સમય પહેલા ઘણા ભારતીય વોટ્સએપ યુઝર્સને આંતરરાષ્ટ્રીય નંબરો પરથી કોલ આવી રહ્યા હતા. આ ફોન મિસ્ડ કોલ હોય છે, જેના શરૂઆતના નંબરો +82 અને +62 પરથી આવતો હતો. કોલ્સ શા માટે આવી રહ્યા હતા, તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ નિષ્ણાતો તેને એક નવા કૌભાંડ તરીકે જોવામાં આવી રહ્યાં છે. મિન્ટના અહેવાલ મુજબ, હવે જ્યારે ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવને આ અંગે સરકારના પગલા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, વોટ્સએપ આવા મોબાઇલ નંબરોની નોંધણી રદ કરવા માટે સંમત છે. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકાર બનાવટી યુઝર્સને દૂર કરવા માટે ટેલિગ્રામ જેવા અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ સાથે પણ વાતચીત કરી રહી છે.


વોટ્સએપે શું કહ્યું?









ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, મોબાઈલ ફોનનો દુરુપયોગ કરીને ઓળખની ચોરી, ફેક નો યોર કસ્ટમર (KYC) અને બેંકિંગ છેતરપિંડી જેવી વિવિધ છેતરપિંડી થઈ શકે છે. આવી છેતરપિંડી અટકાવવા માટે આ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારત ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન કાયદા પર પણ કામ કરી રહ્યું છે.કાયદા પર કામ કરી રહી છે.