WhatsApp Tips: આજના ઇન્ટરનેટ અને સ્માર્ટફોન યુગમાં દરેક લોકો ટેકનોલૉજીનો ભરપુર ઉપયોગ કરવા લાગ્યા છે. ઘણીવાર આવી ટેકનોલૉજી મદદરૂપ સાબિત થાય છે, તો ઘણીવાર આ જ ટેકનોલૉજીનો ઉપયોગ લોકો ખરાબ કામ માટે કરે છે. આવુ જ ઘણીવાર સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ સાથે પણ થાય છે. આજે લોકો વૉટ્સએપનો બહોળો ઉપયોગ કરી રહ્યાં છે. વૉટ્સએપનુ એક ફિચર છે સ્ટેટસ, વૉટ્સએપ સ્ટેટસનુ ચલણ હાલમાં સૌથી ટોપ પર છે.
વોટ્સએપમાં સ્ટેટસ એક બેસ્ટ ફિચર છે અને તે માત્ર 24 કલાક સુધી સ્ટેટસમાં રહે છે, જો તમે વોટ્સએપ પર સ્ટોરી મૂકો છો જેને તમામ કોન્ટેક્ટસો જોઈ શકે છે તમને પણ ખબર પડી જશે કે કોણે કોણ તમારુ સ્ટેટસ જોયું છે. આજે અમે તમને એવી વોટ્સએપ ટ્રિક બતાવવા જઈ રહ્યા છે જેના દ્વારા તમે વોટ્સએપ સ્ટેટ્સ જોઈ શકો છો પણ સામેની વ્યક્તિ તમારુ નામ જાણી શકશે નહીં.
વોટ્સએપ સેટિંગમાં જાવ
હવે અકાઉન્ટ ટેબ પર નેવિગેટ કરો
પ્રાઈવેસી પર ટેપ કરો રીડ રિસિપ્ટ ઓપ્શન પર સ્ક્રોલ કરો
લોકોને તેમની ચેટ અને વોટ્સએપ સ્ટેટસ જોવાથી રોકવા માટે જેને બંધ કરો
તમને પણ ખબર નહિ પડે કેટલાએ તમારું સ્ટેટસ જોયું
આ વિકલ્પની રસપ્રદ વાત એ છે કે તે તમારી સ્ટેટસ પોસ્ટ પરના વ્યુઝને પણ છુપાવશે એટલે કે તમારું વોટ્સએપ સ્ટેટસ કોણે જોયું છે તે તમારા માટે શક્ય નહીં હોય.તેમજ જો તમે ફરીથી નોર્મલ કરવા માંગો છો તો સેટિંગમાં જઈને રીડ રિસિપ્ટ ઓન કરી શકો છો.
આ પણ વાંચો......
રાજ્યમાં આજથી પડશે કાળઝાળ ગરમી, જાણો કેટલા ડિગ્રી સુધી પહોંચી શકે છે પારો
આ લક્ષણો દર્શાવે છે કે, આપની પ્રેગ્નન્સી અનહેલ્ધી છે, બાળકને પહોંચી શકે છે નુકસાન, ન કરો નજરઅંદાજ
ભારતની સોફ્ટવેર કંપની ઈન્ફોસિસે રશિયામાં પોતાનો બિઝનેસ સમેટી લીધો, જાણો કંપનીએ કેમ લીધો આ નિર્ણય
ગુજરાતની આ યુનિવર્સિટીએ ફીમાં કર્યો 10 ટકાનો વધારો
PM મોદીએ UPI ટ્રાન્ઝેક્શન ડેટાથી બનેલી ટ્યુન શેર કરી, કહ્યું- તે ખૂબ જ રસપ્રદ અને માહિતીપ્રદ છે