WhatsApp વોટ્સએપ યુઝર ઈન્ટરફેસને સારુ બનાવવા માટે અપડેટ આપે છે. આ અપડેટ્સને સ્ટેબલ વર્ઝન પર રિલીઝ કરતા પહેલા તેનું બીટા વર્ઝન પર ટેસ્ટ કરવામાં આવે છે. એટલે કે સ્ટેબલ વર્ઝન પર આવતા પહેલા કોઈપણ ફીચરનું બીટા વર્ઝન પર ટેસ્ટિંગ કરવામાં આવે છે. હાલમાં જ એપ પર એક નવું ફીચર જોવા મળ્યું છે.
ટૂંક સમયમાં તમે વોટ્સએપ પર ફોટો મોકલતી વખતે તેને બ્લર કરી શકશો. કંપની એક ડ્રોઈંગ ટૂલ પર કામ કરી રહી છે, જેની મદદથી તમે કોઈપણ ફોટો બ્લર કરી શકો છો. તેની મદદથી તમે ફોટોના કોઈપણ ભાગને સરળતાથી બ્લર કરી શકશો.
બીટા યુઝર્સને અપડેટ મળી રહ્યા છે
WhatsAppનું આ ફીચર હાલમાં બીટા તબક્કામાં છે અને WABetaInfoએ તેને સ્પોટ કર્યું છે. આ વર્ષની શરૂઆતમાં પબ્લિકેશને માહિતી આપી હતી કે WhatsApp આ ફીચર પર કામ કરી રહ્યું છે.જોકે, કંપનીએ હવે આ ફીચર બીટા યુઝર્સ માટે રિલીઝ કરવાનું શરૂ કરી દીધું છે. આનો સ્ક્રીનશોટ પણ સામે આવ્યો છે. આમાં યુઝર્સને કોઈપણ ફોટો શેર કરતી વખતે એડિટ કરવાનો વિકલ્પ મળશે.
અન્ય ઘણા વિકલ્પો પણ ઉપલબ્ધ હશે
આ વિકલ્પનો ઉપયોગ કરીને તમે આખો ફોટો અથવા ફોટાના કોઈપણ ભાગને બ્લર કરી શકો છો. વોટ્સએપે બે બ્લર ટૂલ્સનો વિકલ્પ આપ્યો છે. યુઝર્સ તેમની સુવિધા અનુસાર તેનો ઉપયોગ કરી શકશે. હાલમાં આ ફીચર બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ છે અને તેનું સ્ટેબલ વર્ઝન અપડેટ ક્યારે આવશે તે જાણી શકાયું નથી.
આ ઉપરાંત યુઝર્સએ તાજેતરમાં WhatsApp બીટા પર નવા અવતાર ફીચર્ડ પ્રોફાઇલ પિક્ચર વિકલ્પને જોયો છે. આ ફીચરની મદદથી યુઝર્સ WhatsApp પ્રોફાઇલ પિક્ચર પર પોતાનો અવતાર સેટ કરી શકશે. આ સાથે યુઝર્સને કેપ્શનનો ઓપ્શન પણ મળશે, જેની મદદથી યુઝર્સ કોઈપણ ડોક્યુમેન્ટ મોકલતા પહેલા તેના પર કેપ્શન લખી શકશે.