WhatsApp Upcoming Feature: WhatsApp પોતાના યુઝર્સના અનુભવને બહેતર બનાવવા માટે એક નવી ડિઝાઇન પર કામ કરી રહ્યું છે. અહેવાલો મુજબ, હવે એપમાં Status જોવાની રીત સંપૂર્ણપણે બદલાઈ શકે છે. આ નવો ફેરફાર Status અપડેટને સીધા Chats ટેબમાં બતાવવા પર ફોકસ કરે છે, જેથી યુઝર્સને વારંવાર ટેબ બદલવાની જરૂર નહીં પડે.

Chats ટેબમાં જ દેખાશે Status અપડેટઆ નવા ફીચર હેઠળ Chats સ્ક્રીનની ઉપર એક અલગ સેક્શન ઉમેરવામાં આવી શકે છે જ્યાં તમારા કોન્ટેક્ટ્સના લેટેસ્ટ Status અપડેટ દેખાશે. યુઝર્સ ચેટ લિસ્ટને નીચે ખેંચીને (pull down) આ અપડેટ્સ સરળતાથી જોઈ શકશે. તેનો મુખ્ય હેતુ એ છે કે યુઝર્સને અપડેટ જોવા માટે અલગ ટેબમાં જવાની જરૂર ન પડે અને બધું એક જ જગ્યાએ મળી રહે.

 

Continues below advertisement
Continues below advertisement

iOS અને Android બંને પર ટેસ્ટિંગ શરૂઆ નવી ડિઝાઇન હાલમાં ટેસ્ટિંગ ફેઝમાં છે. iOS પર તેને TestFlight દ્વારા કેટલાક બિલ્ડ્સમાં જોવામાં આવ્યું છે, જ્યારે Android માટે પણ તેનું ડેવલપમેન્ટ ચાલુ છે. જોકે, હજુ સુધી આ ફીચર સામાન્ય યુઝર્સ કે બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ થયું નથી.

Navigation બારમાં પણ મળી શકે છે નવું સેક્શનમીડિયા રિપોર્ટ્સ અનુસાર, WhatsApp એ Navigation બારમાં પણ Status સાથે જોડાયેલું એક નવું સેક્શન ઉમેરવાની યોજના બનાવી છે. અહીં તમને એવા લોકોના અપડેટ્સ પહેલા દેખાઈ શકે છે જેમની સાથે તમે વધુ વાતચીત કરો છો. સાથે જ, મ્યૂટ (Mute) કરેલા Status ને અલગથી જોવાનો વિકલ્પ પણ આપવામાં આવી શકે છે.

Status પોસ્ટ કરવું પણ થશે સરળઆ અપડેટ પછી યુઝર્સ સીધા Chats ટેબથી જ પોતાનું Status પોસ્ટ કરી શકશે. એટલે કે હવે ચેટિંગ અને Status અપડેટ બંને કામ એક જ સ્ક્રીન પરથી સરળતાથી કરી શકાશે, જેનાથી એપનો ઉપયોગ વધુ સરળ બનશે. હાલમાં આ ફીચર પૂરી રીતે તૈયાર નથી અને કંપનીએ તેની લોન્ચ ડેટ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

પરંતુ માનવામાં આવે છે કે આગામી સમયમાં આ ફેરફાર WhatsApp યુઝર્સ માટે મોટું અપડેટ સાબિત થઈ શકે છે. તેનાથી યુઝર્સનો ચેટિંગ અનુભવ પણ બદલાઈ જશે. WhatsApp સમયાંતરે પોતાના પ્લેટફોર્મ પર નવા ફેરફારો કરતું રહે છે, ત્યારે આ નવું ફીચર યુઝર્સને કેટલું પસંદ આવશે તે તો રોલ-આઉટ થયા પછી જ ખબર પડશે.