નવી દિલ્હીઃ ઇન્સટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ પોતાના યૂઝર્સ માટે અવારનવાર અનેક ફીચર્સ લઈને આવે છે. એપ લાંબા સમયથી જે મલ્ટી ડિવાઈસ સપોર્ટ ફીચર પર કામ કરી રહી હતી તે હવે ટૂંકમાં જ યૂઝર્સ માટ રોલઆઉટ કરવામાં આવી શકે છે. ત્યાર બાદ યૂઝર્સ એક જ નંબરથી અનેક ફોનમાં વ્હોટ્સએપ ચલાવી શકશે.


WhatsAppના નવા અપડેટ્સ અને લેટેસ્ટ ફીચર્સ પર નજર રાખનારી સાઇટ WABetaInfoએ રણ તેની હિંટ આપી છે. લીક રિપોર્ટ્સ અનુસાર વ્હોટ્સએપમાં લિંક્ડ ડિવાઈસીસના નામથી અલગથી સેક્શન આપવામાં આવશે, જેના દ્વારા ખબર પડશે કે ક્યા ક્યા ડિવાઈસમાં એક જ નંબરથી એકાઉન્ટ ચાલી રહ્યા છે. આ સેક્શન યૂઝર્સને વ્હોટ્સએપના મેન્યૂમાં આપવામાં આવશે.

લિંક્ડ ડિવાઈસ જોવા મળશે

વ્હોટ્સએપના આ સેક્શનમાં યૂઝર્સને પહેલાથી જ લિંક કરવામાં આવેલ ડિવાઇસ પણ જોવા મળશે. સાથે જ ટેમ્પ સ્ટેમ્પની સાથે જોવા મળશે કે આ ડિવાઇસ પર વ્હોટ્સએપ છેલ્લે ક્યારે એક્ટિવ હતું. જ્યારે આ ઉપરાંત વ્હોટ્સએપ એડવાન્સ્ડ સર્ચ મોડ લાવવાની પણ તૈયારી કરી રહ્યું છે.

Wi Fiથી કરવાનું રહેશે સિંક

વ્હોટ્સએપના આ ફીચર્સ એપમાં એન્ડ્રોઈડ બીટા વર્ઝન 2.20.196.8માં જોવા મળી રહ્યું છે. એવના નવા ફીચર્સ હાલમાં અંડર ડેવલપમેન્ટ છે, માટે બીટા યૂઝર્સ માટે પણ તેને રજૂ કરવામાં આવ્યા નથી. એક રિપોર્ટ અનુસાર વ્હોટ્સએપને અલગ અલગ ડિવાઈસમાં ચલાવવા માટે Wi-Fi Syncની જરૂરત પડી શકે છે.