નવી દિલ્હીઃ દુનિયાભરમાં સ્માર્ટફોન યૂઝર્સ સૌથી વધુ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપનો ઉપયોગ કરે છે. ઓફિસ કે ઘરે દરેક જગ્યાએ લોકો એકબીજા સાથે વૉટ્સએપની મદદથી વધુ જોડાય છે. યૂઝર્સ વૉટ્સએપને યૂઝ કરવા માટે ઓફિસ કે ઘરે લેપટૉપ કે કૉમ્પ્યુટર પર લૉગીન કરે છે, અને વાપરે છે. પરંતુ હવે એક ખાસ ફિચર આવવા જઇ રહ્યું છે, જેની મદદથી કોઇપણ યૂઝર્સ મલ્ટી ડિવાઇસ લૉગીન કરી શકશે.
વૉટ્સએપ પરના એક રિપોર્ટનુ માનીએ તો કંપની મલ્ટી ડિવાઇસ લૉગીન ફિચર પર કામ કરી રહી છે. કંપની આ ફિચરને બીટા વર્ઝન પર ટેસ્ટ કરી રહી છે. ટેસ્ટિંગનુ ફાઇનલ સ્ટેજ ચાલી રહ્યું છે, આ પછી નવા ફિચરનું ફગ્શનલ ટેસ્ટિંગ થવાનુ બાકી છે.
વૉટ્સએપ સાથે જાડોયેલી જાણકારી લીક કરનારી એક વેબસાઇટનુ માનીએ તો આ ફિચરનુ બીટા ડિવાઇસીસ પર જલ્દીથી યૂઝર્સ માટે અપડેટ કરવામાં આવશે. હાલ આ ફિચરનુ બીટા પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, વળી આનાથી MacOs ડિવાઇસ કનેક્ટ છે.
ચાર અલગ અલગ ડિવાઇસ પર એકાઉન્ટ થશે ઓપન
આ ફિચરના યૂઝ કરવાની વાત કરીએ તો આનાથી વૉટ્સએપ યૂઝર્સને ખુબ ફાયદો થશે. યૂઝરને એકવાર પોતાના વૉટ્સએપ એકાઉન્ટને મલ્ટીપલ ડિવાઇસથી કનેક્ટ કર્યા બાદ સ્માર્ટફોન વિનાજ તે ડિવાઇસ પર વૉટ્સએપનો ઉપયોગ કરી શકાશે. નવું ફિચર આવ્યા બાદ વૉટ્સએપને 4 ડિવાઇસ પર એકસાથે કનેક્ટ કરી શકાશે. આ ઉપરાંત વૉટ્સએપ એકાઉન્ટને એન્ડ્રોઇડની સાથે આઇઓએસ પર પણ એકસાથે ઓપન કરી શકાશે. જોકે, લૉગીન કઇ રીતે થશે તેની ડિટેલ સામે આવી નથી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
WhatsAppમાં આવી રહ્યું છે મલ્ટી ડિવાઇસ લૉગીન ફિચર, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Sep 2020 02:22 PM (IST)
વૉટ્સએપ પરના એક રિપોર્ટનુ માનીએ તો કંપની મલ્ટી ડિવાઇસ લૉગીન ફિચર પર કામ કરી રહી છે. કંપની આ ફિચરને બીટા વર્ઝન પર ટેસ્ટ કરી રહી છે. ટેસ્ટિંગનુ ફાઇનલ સ્ટેજ ચાલી રહ્યું છે, આ પછી નવા ફિચરનું ફગ્શનલ ટેસ્ટિંગ થવાનુ બાકી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -