મુંબઇઃ સર્ચ એન્જિન ગૂગલ પર એક મોટો ગોટાળો દેખાઇ રહ્યો છે. આ ગોટાળો ભારતીય ફિલ્મ એક્ટ્રેસ અનુષ્કા શર્માને લઇને છે. વાત એમ છે કે જ્યારે આપણે ગૂગલ પર અફઘાનિસ્તાનના સ્ટાર બૉલર રાશિદ ખાનની પત્નીનુ નામ સર્ચ કરીએ છીએ તો વિરાટ કોહલીની પત્ની અને એક્ટ્રેસ અનુષ્કા શર્માનુ નામ કેમ આવી રહ્યું છે?

ખરેખરમાં, જ્યારે ગૂગલ પર રાશિદ ખાનની પત્નીનુ નામ સર્ચ કરવામાં આવે છે ત્યારે ગૂગલ પ્રમાણે તેમાં અનુષ્કા શર્માનુ નામ આવી રહ્યું છે, આ ગૂગલની મોટી ગરબડ છે.

થોડાક સમય વર્ષો પહેલા ક્રિકેટર રાશિદ ખાને પોતાની ફેવરેટ એક્ટ્રેસનુ નામ એક ઇન્ટરવ્યૂ દરમિયાન બતાવ્યુ હતુ, જેમાં તેને અનુષ્કા શર્મા અને પ્રીતિ ઝિન્ટાનુ નામ લીધુ હતુ, પરંતુ હવે ગૂગલ પર રાશિદ ખાનની પત્નીનુ નામ સર્ચ કરવા પર અનુષ્કા શર્માનુ નામ દેખાઇ રહ્યું છે. આ વાતને લઇને મોટી ગરબડ ઉભી થઇ છે.

નોંધનીય છે કે, જાણીતી એક્ટ્રેસ અનુષ્કા શર્મા ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની છે. બન્નેના લગ્નથી લઇને બાળક સુધીની વાત ગૂગલ પર છે. તેમ છતાં ગૂગલનો આવો ગોટાળો ચોંકાવનારો છે. ખરેખરમાં આ આખો ખેલ ગૂગલના સ્પૉર્ટ્સ એલ્ગૉરિધમનો છે. એલ્ગૉરિધમ એટલે કે કૉમ્પ્યુટરની ભાષા. તમે જેવી વસ્તુ તેમાં ફીડ કરશો તે જ વસ્તુ તેના રિઝલ્ટમાં દેખાશે.