નવી દિલ્હીઃ Xiaomi India હવે એલિઝિબલ યૂઝર્સને સિલેક્ટેડ ડિવાઇસ પર યુટ્યૂબ પ્રીમિયમ (YouTube Premium) ફ્રી ઓફર કરી રહ્યું છે. કંપનીએ ટ્વીટર પર પુષ્ટી કરી છે કે એલિઝિબલ ગ્રાહકોને ત્રણ મહિના સુધીનુ YouTube પ્રીમિયમ વિના કોઇપણ વધારાની કિંમતથી મળશે. સારી વાત એ છે કે YouTube Premium પહેલાથી જ ત્રણ મહિનાના ફ્રી ટ્રાયલની સાથે ઉપલબ્ધ છે અને Xiaomi ઓફરની સાથે કોઇપણ વ્યક્તિ વિના કિંમત ચૂકવે લાંબા સમય સુધી સર્વિસનો લાભ લઇ શકે છે. જાણો ઓફર વિશે...........
Xiaomi આપશે ફ્રીમાં યૂટ્યૂબ પ્રીમિયમ મેમ્બરશિપ -
Xiaomi એ નવી પ્રમૉશનલ ઓફરની જાહેરાત કરી છે કે જે ગ્રાહકોને બ્રાન્ડના સ્માર્ટફોન ખરીદવા પર ફ્રી યુટ્યૂબ પ્રીમિયમ સબ્સક્રિપ્શન આપે છે, આ ઓફર કેટલાક Redmi અને Mi સ્માર્ટફોન પર માન્ય છે. યૂઝર્સને એક એલિઝિબલ ફોન ખરીદવો પડશે, જે પછી આ યૂટ્યૂબ પ્રીમિયમ ઓફરને રિડીમ કરી શકે છે, જે 31 જાન્યુઆરી 2023 સુધી વેલિડ ગણાશે.
YouTube Premium ઓફર માટે કયા ડિવાઇસ ઉપલબ્ધ છે ?
Xiaomi 12 Pro, Xiaomi 11i, Xiaomi 11i Hypercharge, અને Xiaomi 11T Pro ત્રણ મહિનાની ફ્રી મેમ્બરશીપ માટે એલિજિબલ છે. જે લોકો Xiaomi Pad 5, Redmi Note 11 Pro+, Redmi Note 11 Pro, Redmi Note 11, Redmi Note 11T અને Redmi Note 11S ખરીદશે, તેને YouTube પ્રીમિયમ સબ્સક્રિપ્શન માટે બે મહિનાનો મફત એક્સેસ મળશે.
YouTube પ્રીમિયમ સબ્સક્રિપ્શન ઓફરનો લાભ કઇ રીતે ઉઠાવશો ?
ગ્રાહક Xiaomi સ્માર્ટફોન પર પ્રીલૉડેડ યુટ્યૂબ એપ ખોલીને આને રિડીમ કરી શકે છે. આ પછી યૂઝર્સ ઓફરનો લાભ ઉઠાવવા માટે ઓન સ્ક્રીન ગાઇડલાઇનનુ પાલન કરી શકેછે,કે તેને સ્પેશ્યલ ડિવાઇસ પર youtube.com/premium પર જઇ શકે છે. Xiaomiનુ કહેવુ છે કે આ ઓફર 1 ફેબ્રુઆરી, 2022 બાદ એક્ટિવેટ કરવામા આવેલા ડિવાઇસ પર ઉપલબ્ધ રહેશે.
આ પણ વાંચો......
અમદાવાદના બોપલમાં ઈન-સ્પેસ સેન્ટરનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન
ભાવનગરમાં ડુપ્લીકેટ નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું, સાડા સાત લાખની નકલી નોટો સાથે બે મહિલાની અટકાયત
Rain in Gujarat : ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ
Gujarat corona update: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, જાણો કેટલા કેસ નોંધાયા?
Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ નવા કેસ