નવી દિલ્હી: શાઓમીએ પોતાના લોકપ્રિય નોટ સીરિઝના નેક્સ્ટ જનરેશન ડિવાઈસ Redmi Note 8 અને Redmi Note 8 Proને ગુરુવારે લોન્ચ કરી દીધા છે. રેડમી નોટ 8 ગ્રેડિએન્ટ ડિઝાઈન સાથે આવે છે. જે Redmi Note 7 ની તુલનામાં સામાન્ય અપગ્રેડ છે. આ નવા પ્રોસેસર, ચાર રિયર કેમેરા, પાતળા બેઝલ, દમદાર ઑડિય સિસ્ટમ અને કેટલાક નવા ફિચર આપવામાં આવ્યા છે.



Redmi note 8 Proની ડિઝાઇન નવી છે. રેડમી નોટ 7 પ્રોની તુલનામાં હાર્ડવેર સ્પેસિફિકેશનને પણ અપગ્રેડ કરવામાં આવ્યા છે. તેમાં પણ ચાર રિયર કેમેરા છે અને તેમાં એક સેન્સર 64 મેગાપિક્સલનો છે.

Redmi Note 8ના 4GB/64GB મોડલની કિંમત 999 ચીની યુઆન ( લગભગ 10,000 રૂપિયા)થી શરૂ થાય છે. જ્યારે 6GB/64 અને 6GB/128 GB વેરિએન્ટની કિંમત ક્રમશ 1199 ચીની યુઆન(લગભગ 12,000 રૂપિયા) અને 1399 ચીની યુઆન(લગભગ 14,000 રૂપિયા) છે. ચીની માર્કેટમાં આ સ્માર્ટફોનની સેલ 8 સપ્ટેમ્બરથી શરૂ થશે.



Redmi Note 8 Proની કિંમત 1399 ચીની યુઆન ( લગભગ 14,000 રૂપિયા)થી શરૂ થાય છે. આ કિંમત 6GB/64GB મોડલની થે. જ્યારે 6GB/128 GB અને 8GB/128 GB વેરિએન્ટની કિંમત ક્રમશ 1599 ચીની યુઆન (લગભગ 16,000 રૂપિયા) અને 1799 ચીની યુઆન(લગભગ 18,000 રૂપિયા) છે.

Redmi Note 8 ના સ્પેસિફિકેશનની વાત કરીએ તો, તેમાં 6.39 ઇંચની ફુલ એચડી પ્લસ (1080x2340 પિક્સલ) સ્ક્રીન આપવામાં આવી છે. ફોનમાં ફ્રન્ટ અને બેક પેનલ પર ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન આપવામાં આવ્યો છે. જેમાં વોટરડ્રોપ નોચ છે. ક્વાલકૉમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર છે.

આ સ્માર્ટફોનમાં 4 રિયર કેમેરા છે. 48 MP પ્રાઇમરી કેમેરા, 8 MPવાઈડ એંગલ શૂટર અને 2 મેગાપિક્સલના બે સેન્સર છે. સેલ્ફી કેમેરા 13 મેગાપિક્સલ છે. બેટરી 4000 mAhની છે. આ 18 વૉટની ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ, યૂએસબી ટાઈપ સી પોર્ટ સાથે આવે છે.

Redmi Note 8 Proમાં 6.53 ઇંચની ફુલ એચડી પ્લસ (1080x2340 પિક્સલ) સ્ક્રીન આપવામાં આવી છે. ફોનમાં ફ્રન્ટ અને બેક પેનલ પર ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન આપવામાં આવ્યો છે. જેમાં વોટરડ્રોપ નોચ છે. ક્વાલકૉમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર છે.

Redmi Note 8 Proમાં ચાર કેમેરા છે. 64 મેગાપિક્સલ પ્રાયમરી કેમેરા છે. જ્યારે 8MP વાઈડ એંગલ અને 2 મેગાપિક્સલના બે સેન્સર છે. 20 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા છે. બેટરી 4,500 mAhની છે. 18 વૉટની ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ, યૂએસબી ટાઈપ સી પોર્ટ સાથે આવે છે.