આ છે ઓફર્સ
શ્યાઓમી Mi 10ને 20999 રૂપિયાની શરૂઆતી કિંમત સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યો હતો. આના 6GB+ 64GB વેરિએન્ટની પ્રાઇસ છે. સાથે આના 128GB સ્ટૉરેજની કિંમત 21,999 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. આ ફોન 8GB+ 128GB વેરિએન્ટ પણ અવેલેતબલ છે. જેની કિંમત 23,999 છે. શ્યાઓમીનો આ Mi 10i જો તમે ખરીદો છો તો તમને ICICI બેન્ક કાર્ડ તરફથી 2000 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત ફોન પર જિઓ તરફથી 10,000 રૂપિયાનુ બેનિફિટ પણ આપવામાં આવી રહ્યું છે.
Mi 10iના સ્પેશિફિકેશન્સ
આ ફોનમાં 6.67 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યુશન 2400 x 1080 પિક્સલ છે. આનો એડેપ્ટિવ સિંક રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝનો છે. પ્રૉટેક્શન માટે આમાં કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે. ફોનમાં 6GB અને 8GB રેમ આપવામાં આવી છે, સ્ટૉરેજ માટે 64GB અને 128GB નો ઓપ્શન આપવામાં આવ્યો છે. શ્યાઓમીનો આ ફોન એન્ડ્રોઇડ બેઝ્ડ MIUI 12 પર કામ કરે છે. ફોન ક્વાલકૉમ સ્નેપડ્રેગન 750G પ્રૉસેસરવાળો છે.
જબરદસ્ત છે કેમેરા
Mi 10i માં જબરદસ્ત કેમેરા ફિચર્સ આપવામાં આવ્યા છે. Mi 10i ના ચાર રિયર કેમેરામાં અપર્ચર એફ/1.75 ની સાથે 108 મેગાપિક્સલનો પ્રાઇમરી (Samsung HM2) સેન્સર, અપર્ચર એફ/2.2ની સાથે 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એન્ગલ, 2 મેગાપિક્સલ મેક્રો અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યુ છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
ખાસ વાત છે કે Mi 10iની ટક્કર માર્કેટમાં અવેલેબલ વનપ્લસ નોર્ડ સાથે છે.