નવી દિલ્લી: ચાઈનીઝ મોબાઈલ કંપની શાઓમી 4 નવેમ્બરે પોતાનો નવો સ્માર્ટફોન Redmi 4 લૉંચ કરી શકે છે. શાઓમીએ હાલમાંજ ભારતમાં Redmi 3 લૉંચ કર્યો હતો. જો કે લૉંચ વિશે હાલ કંપની તરફથી કોઈ ઑફિશિયલ જાણકારી સામે આવી નથી, પરંતુ છેલ્લા કેટલાંક સમયથી Redmi 4 વિશે ઘણી માહિતીઓ સામે આવી ચૂકી છે. અત્યાર સુધી સામે આવેલી જાણકારીઓના મતે Redmi 4માં 5 ઈંચની ફૂલ એચડી ડિસ્પલે હશે. સ્માર્ટફોનમાં 3GB રેમની સાથે ક્વાલકૉમ સ્નેપડ્રેગન 625 ચિપસેટ હોઈ શકે છે. સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલનો રિયર અને 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવશે. Redmi 4માં પણ Redmi 3ની જેમ 4100 mAhની દમદાર બેટરી આપી શકે છે. એવી જાણકારી સામે આવી છે કે શાઓમી 4 નવેમ્બરે જ Redmi 4A પણ લૉંચ કરી શકે છે. Redmi 4Aમાં 2GB રેમ અને 16GB ઈંટરનલ સ્ટોરેજ હશે. સ્માર્ટફોનમાં 3030 mAhની બેટરી હોઈ શકે છે. હાલમાં જ શાઓમીએ ભારતમાં અલગ-અલગ વેબસાઈટ્સ પર ચાલી રહેલી દીવાળી સેલમાં લગભગ 8 લાખ ફોન વેચવાનો દાવો કર્યો છે. એવામાં Redmi 4ની શાનદાર સ્પેસિફિકેશન ભારતીય મોબાઈલમાં શાઓમીની પકડ વધારે મજબૂત કરી શકે છે.