નવી દિલ્હીઃ સ્માર્ટ ફોન આમ તો તમને ગણી સુવિધા આપે છે, જેના કારણે તમારું રોજિંદુ જીવન ઘણું સરળ થઈ જાય છે. પરંતુ તેના ઉપયોગમાં ઘણાં જોખમ પણ છે. સ્માર્ટફોનમાં વિસ્ફોટ એક મોટી સમસ્યા છે, જેનાથી લોકોએ સાવધાન રહેવાની જરૂર થે. હાલમાં જ આંધ્ર પ્રદેશમાં એક ઘટના સામે આવી છે જેમાં લોકપ્રિય સ્માર્ટફોન બનાવતી કંપની શાઓમીનો ફોન બ્લાસ્ટ થયો છે. આ ફન એક વ્યક્તિના ગજવામાં બ્લાસ્ટ થયો છે, જેના કારણે તે વ્યક્તિ ઘાયલ થયો છે.


Fossbytesના રિપોર્ટ અનુસાર, 31 વર્ષના મધુ બાબૂનું કહેવું છે કે, તે સવારે ઓફિસ જવા માટે ઘરમાંની નીકળવાની તૈયારીમાં હતો. જેવું તેણે બાઇક સ્ટાર્ટ કર્યું, તેને લાગ્યું કે તેના ખિસ્સામાં રાખેલ Redmi 6A ધીરે-ધીરે ગરમ થઈ રહ્યો છે અને પછી જોરદાર અવાજ સાહે બ્લાસ્ટ થઈ ગયો અને તેના ખિસ્સામાંથી ધુમાડો નીકળતો દેખાયો.



તે ગભરાઈ ગયો અને તેને તરત જ ફોન રોડ પર પેંકી દીધો. બાદમાં ફોન સળગવા લાગ્યો. આ અકસ્માતમાં મધુને પણ સામાન્ય ઈજા થઈ છે. આ મામલે મધુએ જણાવ્યું કે, ફોન જાણે એ રીતે સળગતો હતો કે, કોઇએ કેરોસિન છાંટી સળગાવ્યો હોય. મધુએ જણાવ્યું કે, ફોનનું કવર પણ પૂરેપૂરું સળગી ગયું. કવર ન હોત તો તેને વધારે ઈજા થાત.

મધુના જણાવ્યા અનુસાર તેણે આ ફોન આ જ વર્ષના એપ્રિલ મહિનામાં ખરીધ્યો હતો. ફોનની સ્થિતિ અંગે પૂછતા તેણે કહ્યું કે, શરૂઆતના 4-5 મહિના તો ફોન બરાબર ચાલ્યો, પરંતુ બાદમાં સમસ્યા આવવા લાગી. તેણે એમ પણ જણાવ્યું કે, ઓફિસ માટે ઘરેથી નીકળળવાના બે કલાક પહેલાં તેણે ફોન ચાર્જ કર્યો હતો.

શાઓમીને આ આખી દુર્ઘટનાની માહિતી આપી દેવામાં આવી છે. કંપની તેની તપાસ બાદ બહુ જલદી ફોન બ્લાસ્ટ થવાનું કારણ શોધી કાઢશે.