નવી દિલ્હી: Redmiના સ્માર્ટફોનની ભારતીય માર્કેટમાં ખૂબ જ માંગ છે. જેને ધ્યાનમાં રાખતા કંપની સમયે સમયે નવા-નવા સ્માર્ટફોન બજારમાં લાવતી રહી છે. હવે કંપનીએ હોળી પહેલા પોતાનો નવો સ્માર્ટફોન Redmi Go ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનની સૌથી ખાસ વાત એ છે કે તેની કિંમત પાંચ હજાર કરતા પણ ઓછી છે.



આ સ્માર્ટફોનના ફિચર્સ અને સ્પેસિફિકેશનની વાત કરીએ તો ફોનમાં 1GB RAM/8GB ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. કલર વેરિએન્ટમાં બ્લેક અને બ્લૂ કલરમાં ઉપલ્ધ રહેશે. 5 ઈંચની HD (720x1280 પિક્સલ) ડિસ્પ્લે છે.



આ ફોનમાં એન્ડ્રોઈડ 8.1 ઓરિયો(ગો એડિશન) પર ચાલે છે. ક્વોડ-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 425 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનની કિંમત ભારતીય બજારમાં 4499 રૂપિયા રાખવામાં આવી છે.


કેમેરા રિયમાં 8 મેગાપિક્સલ અને ફ્રંટમાં 5 મેગાપિક્સલ સેંન્સર આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં બેટરની પણ શાનદરા આપવામાં આવી છે. 3000 mAhની બેટરી આપવામાં આવી છે.
પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર શું કર્યા પ્રહાર? જુઓ વીડિયો