Redmi 9 Powerની કિંમત 12,999 રૂપિયા રાખવામાં આવી છે. તેને કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અને ઓનલાઈન શોપિંગ સાઇટ એમેઝોનથી પણ ખરીદી શકો છો. આ ફોનમાં બ્લેઝિંગ બ્લુ, ઇલેક્ટ્રિક ગ્રીન, માઇટી બ્લેક અને ફિયરી રેડ કલર મળશે.
Redmi 9 Powerના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ ફોનમાં 6.53 ઇંચની ફુલ-એચડી + ડોટ નોચ ડિસ્પ્લે આપવામાં આવી છે. Redmi 9 Power લેટેસ્ટ MIUI 12 operating સિસ્ટમ પર કામ કરે છે. આ ફોન નોટ 9 4Gનું રીબેઝ્ડ વર્ઝન છે. કંપનીએ ગયા મહિને તેને ચીનમાં લોન્ચ કર્યો હતો.
આ ફોન, Android 10 પર આધારીત MIUI 12 પર કામ કરે છે. કનેક્ટિવિટી માટે, તેમાં 4 G VoLTE, ડ્યુઅલ-બેન્ડ વાઈ-ફાઇ, બ્લૂટૂથ v5.0, જીપીએસ, યુએસબી ટાઇપ-સી, અને 3.5mm હેડફોન જેક જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ ફોનમાં 6000mAh દમદાર બેટરી આપવામાં આવી છે જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Redmi 9 Powerના કેમેરાની વાત કરીએ તો તેમાં તમને 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા સેન્સર, 8 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ, 2 મેગાપિક્સલનો મેક્રો શૂટર અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.
શું છે કિંમત
Redmi 9 Powerના અત્યાર સુધી ત્રણ વેરિએન્ટ માર્કેટમાં આવી ગયા છે. જેમાં 4GB+64GBવાળા વેરિએન્ટની કિંમત 10,999 રૂપિયા છે, જ્યારે 4GB+128GB વેરિએન્ટની કિંમત 11,999 રૂપિયા છે. હવે લેટેસ્ટ 6GB RAM+ 128GB સ્ટોરેજ વર્ઝનની કિંમત 12,999 રૂપિયા છે.