નવી દિલ્હી: સ્માર્ટફોનના માર્કેટમાં શાનદાર કેમરા સેન્સરવાળા ફોનની કોમ્પિટિશન ચાલી રહી છે. ત્યારે 48 મેગાપિક્સલ અને 64 મેગાપિક્સલ કેમેરા સ્માર્ટફોન બાદ હવે Xiaomi 100 Megapixel કેમેરાવાળો સ્માર્ટફોન પર કામ કરી રહ્યું છે. એટલે કે Redmi હેઠળ 64 મેગાપિક્સલવાળો Redmi સ્માર્ટફોન લોન્ચ કરશે, જ્યારે Xiaomi 100MP કેમેરા Mi સ્માર્ટફોનમાં આપશે.




શાઓમીના ગ્લોબલ વાઈસ પ્રેસિડેન્ટ અને શાઓમી ઇન્ડિયાના હેડ મનુ કમુરા જૈને કહ્યું કે કંપની 100 મેગાપિક્સલ કેમેરાવળા સ્માર્ટફોન પર કામ કરી રહી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, “હા, અમે 10 મેગાપિક્સલ કેમેરા ફ્લેગશિપ ફોન પર કામ કરી રહ્યાં છે. 2019ની શરૂઆતમાં અમે 48 મેગાપિક્સલ લોન્ચ કર્યો અને હાલ તમામ ફ્લેગશિપમાં આપવામાં આવી રહ્યાં છે. જલ્દીજ અમે એકવાર ફરી 64 મેગાપિક્સલ કેમેરા સાથે આવીશું. તેના બાદ 100 મેગાપિક્સલ.”


આ પહેલા Samsung અને Realme એ પણ 64 મેગાપિક્સલ કેમેરાવાળો સ્માર્ટફોન લૉન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે. પરંતુ હવે Xiaomi દુનિયાની પ્રથમ સ્માર્ટફોન કંપની બની જશે જેણે 100 મેગાપિક્સલ કેમેરાવાળો સ્માર્ટફોન લાવવાની જાહેરાત કરી છે. આ સ્માર્ટફોન કયો હશે તે અંગે હાલ કોઈ જ સ્પષ્ટતા નથી પરંતુ ટ્વિટર પર #100MP ટ્રેન્ડ કરી રહ્યું છે.