Year Ender 2024:  દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણી બધી સર્વિસ અને પ્રોડક્ટ હવે બંધ થઇ ગયા છે. બદલાતી બજારની માંગ અને નવા ઉત્પાદનો અંગેની કંપનીઓની નીતિઓ અને જૂના પ્રોડક્ટ્સને પણ ઢાંકી દે છે. ટેક્નોલોજીના વિકાસે કેટલીક સેવાઓ અને પ્રોડક્ટ્સને બંધ કરી દીધા છે. જ્યારે કેટલીક કાયદાના કારણે બંધ થઈ રહી છે. ચાલો આજે આવી સેવાઓ અને સર્વિસ પર એક નજર કરીએ જે આ વર્ષે બંધ થઈ ગઈ છે અને ફરી જોવા નહીં મળે.


Humane AI pin


આ ડિવાઈસના લોન્ચિંગ સમયે ખૂબ જ હોબાળો થયો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે તે લોકોને સ્માર્ટફોનથી મુક્ત કરશે, પરંતુ તેનું વેચાણ અપેક્ષા મુજબ થયું ન હતું. આ AI પિનને લોન્ચ કરનારી Humane હવે HP અને અન્ય કંપનીઓ સાથે અધિગ્રહણ માટે વાતચીત કરી રહી છે. આ અવાજ અને ઇશારાઓથી ચાલનારી આ ડિવાઇસમાં ટેકનિકલ ખામીઓ આવવા લાગી હતી અને તેની વધુ કિંમત હોવાના કારણે ગ્રાહકોને આકર્ષી શકી ન હતી.


Google Chromecast


ગૂગલે ઓગસ્ટમાં Chromecast લાઇનઅપ બંધ કરી દીધું હતું. ત્યારે કંપનીએ ખાતરી આપી હતી કે હાલના ડિવાસિસ ફંક્શનલ રહેશે. કંપનીએ તેના બદલે Google TV Streamerની જાહેરાત કરી હતી. આ નવું ડિવાઇસ બહેતર સ્ટ્રીમિંગ પ્રદાન કરે છે.


Apple lightning port


લાઈટનિંગ પોર્ટ એક સમયે એપલની ઓળખ હતી. માઇક્રો યુએસબીના વધુ સારા વિકલ્પ તરીકે લાવવામાં આવેલા લાઈટનિંગ પોર્ટ ઉપયોગમાં સરળ હતા અને વધુ ટકાઉપણું ધરાવતા હતા. જોકે, યુરોપિયન યુનિયને યુએસબી-સી પોર્ટને સ્ટાન્ડર્ડ બનાવી દીધું છે, જેના કારણે Appleએ તેને છોડી દેવુ પડ્યું છે. હવે એપલ તેના નવા ઉત્પાદનોને ફક્ત યુએસબી-સી પોર્ટ સાથે લોન્ચ કરી રહી છે.


Microsoft Wordpad


વિન્ડોઝ 11ના આગમન પછી વર્ડપેડ ભૂતકાળની વાત બની ગઈ છે. માઇક્રોસોફ્ટે તેને વિન્ડોઝ 11 ની તમામ એડિશનમાંથી હટાવી દેવામાં આવ્યું છે અને હવે તેને માઇક્રોસોફ્ટ 365 ના વર્ડ સાથે બદલ્યું છે, જેના માટે સબ્સ્ક્રિપ્શનની જરૂર છે.                                              


Year Ender 2024: આ વર્ષે વૉટ્સએપમાં આવ્યા છે આ પાંચ નવા ફિચર, આખો ચેટિંગ અંદાજ બદલાઇ ગયો...