Samsung Galaxy Z Fold 5: સ્માર્ટફોન માર્કેટમાં વધુ એક નવો લેટેસ્ટ ફિચર્સ વાળો સ્માર્ટફોન આવી રહ્યો છે, સેમસંગ બહુ જલદી પોતાનો હાઇટેક ફોન લઇને આવી રહી છે. હાલમાં તાજા લીક્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સેમસંગ પોતાના અપકમિંગ Galaxy Z Fold 5ને બહુ જલદી લૉન્ચ કરી શકે છે. આ મોબાઈલ ફોન કંપની જુલાઈના છેલ્લા અઠવાડિયામાં લૉન્ચ કરી શકે છે. સ્માર્ટફોનના લૉન્ચિંગ પહેલા તેની ડિઝાઇન ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે. ફૉલ્ડેબલ ફોનની ડિઝાઇન Mysmartprice નામની વેબસાઇટ દ્વારા શેર કરવામાં આવી છે. તસવીરો પરથી જાણવા મળે છે કે સ્માર્ટફોન પાતળો હશે અને તે S-Penને સપૉર્ટ કરશે.


મળી શકે આ સ્પેક્સ - 
Galaxy Z Fold 5માં ગ્રાહકો 7.6-inch AMOLED ડિસ્પ્લે મેળવી શકે છે, જે 120hzના રિફ્રેશ રેટને સપૉર્ટ કરશે. સ્ક્રીનની સુરક્ષા માટે આને કૉર્નિંગ ગૉરિલ્લા ગ્લાસ વિક્ટસ 2નું પ્રૉટેક્શન મળશે. મોબાઈલ ફોનનું સેકન્ડરી ડિસ્પ્લે 6.2 ઈંચનું હશે. આ સ્માર્ટફોનને Qualcomm Snapdragon 8 Gen 2 SoCનો સપૉર્ટ મળી શકે છે, જે કંપનીએ Galaxy S23 લાઇનઅપમાં પણ આપ્યો છે.


ફોટોગ્રાફી માટે ફૉલ્ડેબલ ફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ અવેલેબલ હશે જેમાં 50MP મુખ્ય કેમેરા, 12MP અલ્ટ્રાવાઇડ કેમેરા અને 10MP ટેલિફોટો કેમેરા હશે. ફ્રન્ટ સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે બંને ડિસ્પ્લેમાં 12MP કેમેરા અવેલેબલ હશે. સેમસંગ આ ફોનને 8GB, 12GB રેમ અને 25GB/512GB અને 1TB સ્ટૉરેજ વેરિએન્ટમાં લૉન્ચ કરી શકે છે. Galaxy Z Fold 5માં તમે 45 Watt ફાસ્ટ ચાર્જિંગ સાથે 4400 mAh બેટરી મેળવી શકો છો.


આ દિવસે થઇ શકે છે લૉન્ચ - 
લીક્સ અનુસાર, સેમસંગ આ ફૉલ્ડેબલ ફોન ભારતમાં 26 જુલાઈએ લૉન્ચ કરી શકે છે. આમ પણ આ મોબાઈલ ફોન પહેલા ઓગસ્ટમાં શિડ્યૂલમાં હતો.