Google doodle pizza today: ગૂગલ આજે પોતાના ડૂડલ દ્વારા 'પિઝ્ઝા કટિંગ' ગેમ રિલીઝ કરી છે, આ ગેમમાં યૂઝર્સે પિઝ્ઝાને સ્લાઇસમાં કાપવાના છે, આ દરમિયાન યૂઝર્સની સામે જુદીજુદી રીતે પિઝ્ઝા રિલીઝ કરવામાં આવશે. માર્ગેરિટા પિઝ્ઝાથી લઇને મીઠાઇ પિઝ્ઝા સુધીના સામેલ છે. ખરેખરમાં, આજના દિવસે 6 ડિસેમ્બર 2007માં UNESCOની રિપ્રેઝન્ટેટીવ લિસ્ટમાં નીપૉલિટન “પિઝાઇઉલો” (Pizzaiuolo)ને બનાવવાની વિધિમાં સામેલ કરવામાં આવ્યો હતો. ગૂગલે આજે આ ડૂડલ બનાવ્યું છે કારણ કે વર્ષ 2007માં આ દિવસે નેપોલિટન પિઝાની રેસીપી યુનેસ્કોની પ્રતિનિધિ યાદીમાં સામેલ કરવામાં આવી હતી. તે માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક તરીકે વર્ણવવામાં આવ્યું હતું.
પિઝ્ઝા કટિંગ ગેમ-
જો તમે ડૂડલ પર ક્લિક કરશો તો તેમાં પિઝાના 11 મેનુ દેખાશે, જેને યૂઝર્સને કટ કરવાનો વિકલ્પ મળશે. આ પછી યુઝર્સને એક ખાસ પ્રોગ્રામિંગ હેઠળ સ્ટાર્સ પણ મળશે. જે તેઓ શેર પણ કરી શકે છે. ધ્યાનમાં રાખો કે સ્લાઇસ જેટલી સચોટ હશે, તેટલા વધુ સ્ટાર્સ તમને મળશે.
આમાં, કુલ 11 પ્રકારના પિઝાને કાપવા પડશે, જેના પછી વપરાશકર્તાઓને સ્ટાર્સમાં રેટિંગ મળશે. આમાં માર્ગેરિટા પિઝા (ચીઝ, ટામેટા, બેસિલ), પેપેરોની પિઝા (ચીઝ, પેપેરોની), વ્હાઇટ પિઝા (ચીઝ, વ્હાઇટ સોસ, મશરૂમ, બ્રોકોલી), કેલાબ્રેસા પિઝા (ચીઝ, કેલેબ્રેસા, ઓનિયન રિંગ્સ, આખા બ્લેક ઓલિવ્સ), મુઝેરેલા પિઝાનો સમાવેશ થાય છે. (ચીઝ, ઓરેગાનો, આખા લીલા ઓલિવ્સ), હવાઇયન પિઝા (ચીઝ, હેમ, પાઈનેપલ), મેગ્યારોસ પિઝા (ચીઝ, સલામી, બેકન, ડુંગળી, મરચું મરી), તેરિયાકી મેયોનેઝ પિઝા (ચીઝ, તેરિયાકી) ચિકન સીવીડ, મેયોનેઝ), ટોમ યમ પિઝા (ચીઝ, ઝીંગા, મશરૂમ, મરચું મરી, લીંબુના પાન), પનીર ટિક્કા પિઝા (ચીઝ, કેપ્સિકમ, ડુંગળી, પૅપ્રિકા) અને છેલ્લે સ્વીટ પિઝા.