How to use Google Passkey : Google Passkeyએ Google દ્વારા વિકસાવવામાં આવેલી પાસવર્ડ મેનેજમેન્ટ સિસ્ટમ છે જે યુઝર્સને વિવિધ વેબસાઇટ્સ અને એપ્લિકેશનો માટે લૉગિન ક્રેડેંશિયલને સ્ટોર કરવાની અને મેનેજ કરવાની સુવિધા આપે છે. તેના આગમન સાથે કોઈપણ એપ્લિકેશન પર ગોપનીયતા માટે પાસવર્ડ યાદ રાખવાની જરૂર રહેશે નહીં. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, Google Passkey સાયબર હુમલાઓને ઘટાડશે અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ તે વધુ સારું છે.


Google Passkey ટૂલ યુઝર્સના પાસવર્ડનો ટ્રૅક રાખીને અને વેબસાઇટ્સ અને એપ્લિકેશન એકાઉન્ટ્સ માટે સ્ટ્રોંગ પાસવર્ડ્સ બનાવીને ઑનલાઇન સુરક્ષાને બહેતર બનાવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. તેને સેટ કરવા માટે તમારા ફોન, લેપટોપ અથવા ડેસ્કટોપ પર Chrome પર જાઓ અને g.co/passkeys શોધો. આ પેજ ખુલ્યા બાદ તમારે ત્યાં તમારું Gmail અને પાસવર્ડ નાખવો પડશે. લોગિન કર્યા પછી તમારી પાસકી આપોઆપ જનરેટ થશે. ત્યાર બાદ પાસ-કી બટન પર ક્લિક કરવાનું રહેશે. આમ કરવાથી તમારા ફોન પર એક પિન આવશે. તેની ચકાસણી બાદ તમને પાસકી સક્ષમ હોવાનો કન્ફર્મેશન મેસેજ મળશે.


ડેટા સુરક્ષામાં થશે વધારો 


મોટાભાગના લોકો એકથી વધુ એકાઉન્ટમાં એક જ પાસવર્ડનો ઉપયોગ કરે છે, જે યુઝર્સની પ્રાઈવસી અને ડેટા સિક્યોરિટીની દૃષ્ટિએ ખૂબ જ ખતરનાક છે. Google Passkeyનો હેતુ યુઝર્સના એકાઉન્ટ માટે મજબૂત પાસવર્ડ બનાવવા અને તેનું સંચાલન કરવાનો છે. હવેથી યુઝર્સને માત્ર એક માસ્ટર પાસવર્ડ યાદ રાખવાની જરૂર પડશે અને બાકીની કાળજી ગૂગલ પાસકી કરશે. 


નોંધપાત્ર વાત એ છે કે ઈન્ટરનેટનો ઉપયોગ વધવાને કારણે સુરક્ષાના મામલે પણ અનેક પડકારો સામે આવ્યા છે. આ દરમિયાન, વિવિધ વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સમાં લોગ ઇન કરતી વખતે ઘણા જુદા જુદા પાસવર્ડ્સ બનાવવા અને યાદ રાખવા પડે છે. તમામ વેબસાઈટ અને એપ્લીકેશનના પાસવર્ડ યાદ રાખવા એ ખુબ જ મુશ્કેલ કામ છે. ગૂગલ પાસકી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અથવા પિન સ્વરૂપે હશે, જેની મદદથી અન્ય તમામ પાસવર્ડ મેનેજ કરવામાં સરળતા રહેશે.


Google: AIના ગૉડફાધર કહેવાતા શખ્સ ગૂગલ છોડી દીધું, તમારે કારણ જરૂર વાંચવું જોઇએ......


તમે બધાએ અત્યાર સુધીમાં ચેટ GPT વિશે સાંભળ્યું જ હશે. આ એક AI ટૂલ છે. AI ટૂલ્સની મદદથી કામ કરવું પહેલા કરતા ઘણું સરળ બની ગયું છે. જ્યારે તમે, અમે અથવા અન્ય તમામ લોકો એકબાજુ AI વિશે ખુબ ઉત્સુક છે, તો બીજીબાજુ એક શખ્સ છે જેને AIને તેની સૌથી મોટી ભૂલ ગણાવી છે. હકીકતમાં, જ્યૉફ્રી હિન્ટનને AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ગૉડફાધર કહેવામાં આવે છે, જેઓએ 2012માં પોતાના બે સાથીઓ સાથે આ ટેક્નોલોજી પર પહેલીવાર કામ કર્યું અને અહીંથી AIનો ઉદય થયો.