Google Internship 2024: ભાગ્યે જ એવું બને કે કોઇને ગૂગલમાં કામ મળે અને તે ગૂગલમાં કામ કરવા માંગતા ના હોય. Google વિશ્વની સૌથી મોટી અને સૌથી શાનદાર કંપનીઓમાંની એક છે, આમાં કર્મચારીઓની બેસ્ટ કેરિયર જ નહીં પરંતુ તેમને તમામ પ્રકારની સુવિધાઓ પણ પૂરી પાડે છે. આ જ કારણ છે કે લોકો કોઈને કોઈ રીતે ગૂગલમાં નોકરી મેળવવા ઈચ્છે છે. ફ્રેશર્સ ગૂગલમાં પ્રવેશવા અથવા તો ઇન્ટર્નશિપ કરવા માટે બેચેન હોય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ Google સાથે ઇન્ટર્નશિપ કરવા માંગો છો, તો આ તમારા માટે એક બેસ્ટ તક છે.


ઇન્ટર્નશીપ માટે મંગાવાઇ અરજીઓ  
ગૂગલે સૉફ્ટવેર એન્જિનિયરિંગમાં ઇન્ટર્નશિપ માટે અરજીઓ આમંત્રિત કરી છે. પસંદ કરેલા ઉમેદવારો પુનરાવર્તિત કાર્યોને સ્વચાલિત કરવા, કાર્યક્ષમતા અને કાર્યપ્રવાહમાં સુધારો કરવા માટે સ્ક્રિપ્ટ્સ ડેવલપમેન્ટ માટે રાખશે. ઉમેદવારો ડેટાનું પૃથ્થકરણ કરવા અને પરિણામોનું મૂલ્યાંકન કરવા માટે સમસ્યાનું નિરાકરણ કરવાના સૌથી અસરકારક ઉકેલોને ઓળખવા માટે કામ કરશે. એટલું જ નહીં, ઉમેદવારો પડકારોને ઉકેલવા માટે કૉમ્પ્યુટર વિજ્ઞાનના સિદ્ધાંતો અને જ્ઞાનનો ઉપયોગ કરશે.


કોણ કરી શકે છે અરજી ?  
જેમણે સૉફ્ટવેર એન્જિનિયરિંગ કર્યું છે અથવા કોર્સના છેલ્લા વર્ષમાં છે તેઓ ગૂગલમાં ઇન્ટર્નશીપ માટે અરજી કરી શકે છે. ઉપરાંત, ઉમેદવારને સૉફ્ટવેર ડેવલપમેન્ટનો અનુભવ હોવો જોઈએ. કૉડિંગના અનુભવની સાથે, એક અથવા વધુ Java, JavaScript, C, C++, Python અથવા સંબંધિત લેગ્વેજોનો અનુભવ હોવો જોઈએ.


આ વિશેષતાઓ પણ આવશે કામ -  
ઇન્ટર્ન્સની પસંદગી માટે ગૂગલે એમ પણ કહ્યું છે કે તે ચોક્કસ કોર્સમાં અનુભવ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપશે. Google માહિતી પુનઃપ્રાપ્તિ, નેચરલ લેંગ્વેજ પ્રૉસેસિંગ, નેટવર્કિંગ, ડેવલપિંગ લાર્જ સૉફ્ટવેર સિસ્ટમ્સ, સિક્યૂરિટી સિસ્ટમ્સ, સિક્યૂરિટી સૉફ્ટવેર ડેવલપમેન્ટ, વેબ એપ્લિકેશન ડેવલપમેન્ટ, મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ અથવા મશીન લર્નિંગનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપશે.


અહીં કરી શકે છો અરજી 
જો તમારી પાસે Googleની જરૂરિયાત મુજબ ક્ષમતા અને લાયકાત છે, તો તમે સત્તાવાર વેબસાઇટ google.com/about/careers પર જઈને Google ઇન્ટર્નશિપ 2024 માટે અરજી કરી શકો છો. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને પસંદ કર્યા પછી, Google તેમનો ઈ-મેલ દ્વારા સંપર્ક કરશે.


2025 થી થશે શરૂઆત  
ગૂગલની આ વિન્ટર ઇન્ટર્નશીપ આવતા વર્ષે એટલે કે જાન્યુઆરી 2025થી શરૂ થશે અને તે 22-24 અઠવાડિયા સુધી ચાલશે. આવી સ્થિતિમાં, જો તમે પણ Google માં કોઈ પ્રકારનું કેરિયર શોધી રહ્યા છો અથવા ઇન્ટર્નશીપ કરવા માંગો છો, તો આ શ્રેષ્ઠ તક ફક્ત તમારા માટે જ છે.


આ પણ વાંચો


Jio-Airtel સામે દેસી કંપનીની ધમાલ, ત્રણ મહિના સુધી ફ્રી ઇન્ટરનેટ, સાથે 18 ઓટીટી સબ્સક્રીપ્શન અને સ્માર્ટ ટીવી