Mahatma Gandhi Birthday:  155 વર્ષ પહેલા એક એવા વ્યક્તિત્વનો જન્મ થયો હતો જે સમગ્ર વિશ્વ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા. જેમણે અંગ્રેજોનો પરસેવો છોડાવી દીધો હતો અને ભારતને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ખાસ વાત એ છે કે તેમણે ક્યારેય દુશ્મનો સામે હથિયાર નથી ઉઠાવ્યા. અમે વાત કરી રહ્યા છીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની. જેમને 'બાપુ' તરીકે પણ ઓળખવામાં આવે છે.


એક વકીલ, સ્વાતંત્ર્ય સેનાની સિવાય બાપુ એક સમાજ સુધારક પણ હતા. તેમને મહાત્માનું બિરુદ પણ આપવામાં આવ્યું હતું, પરંતુ તે સમયે એક મહાન વ્યક્તિ હતા જેઓ તેમને મહાત્મા માનતા ન હતા. આ હતા બંધારણના ઘડવૈયા ડૉ.ભીમરાવ આંબેડકર. તેમણે કહ્યું કે તેઓ મહાત્મા ગાંધીને અન્ય કરતા વધુ સારી રીતે ઓળખે છે.


ડો.આંબેડકરે શું કહ્યું?


બીબીસી ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર તેમનો એક આર્કાઇવ ઇન્ટરવ્યૂ છે જે 26 ફેબ્રુઆરી 1955 નો છે. આમાં તેઓ કહી રહ્યા છે કે “હું એક કોમન ફ્રેન્ડ મારફતે પ્રથમવાર મિસ્ટર ગાંધીને 1929માં મળ્યો હતો. તે મિત્રે મને તેમને મળવાની સલાહ આપી હતી. આ પછી મિસ્ટર ગાંધીએ મને મળવાની ઈચ્છા વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લેતા પહેલા હું તેમને મળવા ગયો હતો. ત્યાર બાદ તેઓ બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લેવા આવ્યા હતા. તેઓ પ્રથમ કોન્ફરન્સમાં આવ્યા ન હતા. તે દરમિયાન તેઓ 5-6 મહિના ત્યાં હતા.


તેઓ વધુમાં કહ્યું હતું કે  “દેખીતી રીતે હું તેમને બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં મળ્યો હતો અને રૂબરૂ મુલાકાત પણ કરી હતી. આ પછી પૂના કરાર પર હસ્તાક્ષર થયા પછી તેમણે ફરીથી મને મળવાનું કહ્યું. હું તેમને મળવા ગયો. તે સમયે તેઓ જેલમાં હતા.


'મિસ્ટર ગાંધીને વિરોધીની જેમ મળ્યો'


ભીમરાવ આંબેડકરે વધુમાં કહ્યું હતું કે, “જેટલી વખત હું મિસ્ટર ગાંધીને મળ્યો અને હું હંમેશા કહું છું કે હું તેમને વિરોધીની જેમ મળ્યો હતો. તેથી જ હું તેમને અન્ય લોકો કરતા વધુ અને સારી રીતે ઓળખું છું કારણ કે તેમણે હંમેશા મને ‘ઝેરી દાંત’ બતાવ્યા હતા. હું તે વ્યક્તિની અંદર ડોકિયું કરવા સક્ષમ હતો, જ્યારે અન્ય લોકો ત્યાં ભક્તની જેમ જ જતા હતા અને કંઈ જોઈ શકતા ન હતા. તેને તે જ બાહ્ય છબી દેખાતી હતી જે તેમણે પોતાની મહાત્માની બનાવી હતી પરંતુ મેં તેમનું માનવ સ્વરૂપ ખૂબ જ સ્પષ્ટપણે જોયું છે.”


વધુમાં તેમણે કહ્યુ હતું કે “તેથી હું કહી શકું છું કે હું ગાંધી સાથે જોડાયેલા લોકોની સરખામણીએ વધુ સારી રીતે સમજી શક્યો છું. જો હું નિખાલસતાથી કહું તો મને આશ્ચર્ય થાય છે કે તમામને ખાસ કરીને પશ્ચિમી જગત મિસ્ટર ગાંધીમાં આટલો રસ લીધો. મને આ બધું સમજવું અઘરું લાગે છે કારણ કે જ્યાં સુધી ભારતનો સંબંધ છે, તે આ દેશના ઇતિહાસનો માત્ર એક ભાગ છે, કોઈ યુગના સર્જક નથી. તેમની યાદો લોકોના મનમાંથી નીકળી ગઈ છે. જે યાદો બચી છે એ એટલા માટે કારણ કે કોંગ્રેસ તેમના જન્મદિવસ પર રજા આપે છે. મને લાગે છે કે જે આર્ટિફિશિયલ યાદોની ઉજવવાની રીત અપનાવવામાં ન આવી હોત તો ગાંધીજી ઘણા સમય પહેલા ભૂલાઇ ગયા હોત.