Google Pay working on Crypto : ગૂગલ પે (Google Pay) યૂઝર્સ માટે સારી ખબર છે. જો બધુ ઠીક રહ્યું તો જલ્દી જ આ પ્લેટફોર્મ પર તમને ક્રિપ્ટોકરન્સી (CryptoCurrency)થી પેમેન્ટ કરવાની સુવિધા મળશે. રિપોર્ટ અનુસાર, ગૂગલ (Google) બ્લૉકચેન ટેકનોલૉજી (Blockchain Technology) પર કામ કરી રહ્યું છે. આ માટે કંપનીએ એક અલગ યૂનિટ જ તૈયાર કર્યુ છે. આ ટીમે આને લઇને કામ પણ શરૂ કરી દીધુ છે. જોકે, ગૂગલ (Google) તરફથી આના પર કામ કરવાને લઇને કોઇ જ માહિતી નથી આપવામાં આવી. જાણો શું છે આખો મામલો...........


ગૂગલ લેબ કરશે ભવિષ્ય પર કામ-
રિપોર્ટ અનુસાર, કંપની મેનેજમેન્ટે થોડાક દિવસો પહેલા જ આના પર ખાસ વિન્ગનુ ગઠન કર્યુ છે. આ યૂનિટને ગૂગલ લેબ (Google Lab)નુ નામ આપવામાં આવ્યુ છે. આ યૂનિટના લગભગ એક દાયકાથી હાજરી છે. ગૂગલ લેબ્સ કંપની તરફથી લાવવામાં આવેલા નવા પ્રૉજેક્ટ પર કામ કરે છે. આ પહેલા વાળી લેબની જેમ પબ્લિક ના થઇને ઇન્ટરનલ ગૃપની જેમ કામ કરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ યૂનિટ બ્લૉકચેન અને બીજી નેક્સ્ટ જેન ડિસ્ટ્રિબ્યૂટેડ કમ્પ્યૂટિંગ એન્ડ ડેટા સ્ટૉરેજ ટેકનોલૉજી પર ફોકસ કરશે. એન્જિનીયરિંગ વાઇસ પ્રેસિડેન્ટ ફૉર ગૂગલ શિવકુમાર વેંકટરમનને આ યૂનિટના ફાઇન્ડિંગ લીડરની જવાબદારી સોંપવામાં આવી છે. 


કેટલાય પેમેન્ટ ગેટવે પર મળી રહ્યો છે વિકલ્પ-
ઉલ્લેખનીય છે કે કેટલાય પેમેન્ટ ગેટવે (Payment Gateway) યૂઝર્સને ક્રિપ્ટો (Crypto) પેમેન્ટ્સનો ઓપ્શન આપી રહ્યું છે. મેટા (Meta)એ પણ આના પર કામ શરૂ કરી દીધુ છે. ક્રિપ્ટોકરન્સીની સતત વધી રહેલી પૉપ્યૂલારિટીને જોતા હવે ગૂગલે પણ આની તરફ પગલુ માંડી દીધુ છે.


આ પણ વાંચો..................


Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત


Sarkari Naukri: 56 વર્ષના છો તો શું થયું, તમે પણ આ મંત્રાલયમાં બની શકો છો અધિકારી


Electric Cycle: 3 રૂપિયામાં 100 કિલોમીટર સુધી ચાલશે આ ઈલેક્ટ્રિક સાઇકલ, LED ડિસ્પ્લે અને ડિસ્ક બ્રેક જેવા ફીચર પણ મળશે


કોરોનાના કારણે ગુજરાતના આ બે યાત્રાધામ આ તારીખ સુધી રહેશે બંધ


Income Tax News: રોકડમાં ન કરો આ 5 કામ, નહીં તો થશે મોટું નુકસાન