Google Pixel 7a Launch Date: ટેક જાયન્ટ્સ ગૂગલ આગામી 11 મેના દિવસે ભારતમાં Google પોતાના નવો Pixel સ્માર્ટફોન Pixel 7a લૉન્ચ કરશે. કંપનીએ ખુદ એક ટ્વીટ કરીને પોતાના નવા સ્માર્ટફોનના લૉન્ચિંગ વિશે માહિતી આપી છે. જોકે આ ટ્વીટમાં ફોનના નામનો કોઇ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ રિપોર્ટ્સ અનુસાર, તે ફક્ત Pixel 7a સ્માર્ટફોન હોઇ શકે છે. જાણો ગૂગલના આ નવા સ્માર્ટફોનમાં તમને શું શું નવા સ્પેશિફિકેશન્સ મળી શકે છે.

  


મળી શકે છે આ નવા સ્પેશિફિકેશન્સ - 
કંપની આ સ્માર્ટફોનને તેની અપકમિંગ I/O 2023 ઇવેન્ટમાં 10 મેએ ગ્લૉબલી લૉન્ચ કરશે. આ પછી તેને ભારતમાં 11 મેના દિવસે લૉન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનમાં તમને 6.1-ઇંચની OLED ડિસ્પ્લે મળશે, જે 120hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. આ પહેલા Pixel 6a માં 90Hz નો રિફ્રેશ રેટ મળતો હતો. Pixel 7a માં ડ્યૂઅલ કેમેરા સેટઅપ મળી શકે છે જેમાં 64MP મુખ્ય કેમેરા અને 13MP અલ્ટ્રાવાઇડ એન્ગલ કેમેરા હશે. ફ્રન્ટમાં સેલ્ફી માટે 10.8MP કેમેરા મળી શકે છે. પ્રૉસેસરની વાત કરીએ તો ફોનમાં Google Tensor G2 ચિપસેટ અને 4400 mAh બેટરી મળી શકે છે. Google pixel 7a ને 8GB રેમ અને 256 GB સુધીના ઇન્ટરનલ સ્ટૉરેજ સાથે લૉન્ચ કરી શકાય છે.






આટલી હોઇ શકે છે કિંમત 
Google pixel 7a બે સ્ટૉરેજ વેરિઅન્ટમાં લૉન્ચ થઈ શકે છે, જેની કિંમત 45 હજાર રૂપિયાથી લઈને 50 હજાર રૂપિયા સુધીની હોઈ શકે છે. ધ્યાને રહે, હજુ સુધી ઓફિશિયલી રીતે કિંમતનો કોઇ ખુલાસો નથી થયો.