Google Pixel 8a: ફરી એકવાર દુનિયાભરના ટેક માર્કેટમાં ગૂગલ ધમાલ મચાવવા તૈયાર છે, પોતાની નવી પ્રૉડક્ટ્સ લઇને આવી રહ્યું છે. ગૂગલનો અપકમિંગ ફોન પિક્સલ સ્માર્ટફોન ગીકબેન્ચ પર 'Akita' કૉડનેમે સ્પૉટ કર્યો છે. આમાં કંપની પોતાનો આગામી ફ્લેગશિપ ચિપસેટ આપી શકે છે. આ ફોન Google Pixel 7a નો સક્સેસર હશે, જેમાં Tensor G3 ચિપસેટ મળી શકે છે. સ્માર્ટફોનમાં 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ મળશે, સાથે જ ફોનમાં એન્ડ્રોઇડ 14 પણ હશે.
Pixel 8a માં તમને બેસ્ટ અને ઉચ્ચ કક્ષાના કેમેરા અને ડિઝાઇન મળશે. આ ફોન લૉન્ચ કરતા પહેલા કંપની Pixel 8 સીરીઝ લૉન્ચ કરશે જે Pixel 7 ની સક્સેસર હશે, ભારતમાં Pixel 7 ની કિંમત અત્યારે 49,999 રૂપિયા છે. આમાં 90hz ના રિફ્રેશ રેટ સાથે 6.3-ઇંચ પંચ-હૉલ AMOLED ડિસ્પ્લે છે. આ સ્માર્ટફોનમાં ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ પ્રૉટેક્શન અને 1400 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ છે. Pixel 7 માં ડ્યૂઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેમાં 50MP મેઇન લેન્સ અને 12MP LA અલ્ટ્રા-વાઇડ લેન્સ છે. સેલ્ફી માટે આમાં ફ્રન્ટમાં 10.8MP કેમેરા છે. પાછળના અને આગળના બંને કેમેરા 4K વીડિયો શૂટ કરવામાં સક્ષમ છે.
નવી સીરીઝમાં મળશે AI સપોર્ટ -
જો લીક્સનું માનીએ તો આગામી Google Pixel 8 અને Pixel 8 Proમાં કેમેરા માટે AI ફિચર્સ ઉપલબ્ધ હશે. બંને ફોનમાં 'આસિસ્ટન્ટ વૉઈસ રિપ્લાય' ફિચર પણ ઉપલબ્ધ હશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે Pixel 8 Pro આવનારા મેસેજનો ઓટૉમેટીક જવાબ આપશે.
એપલ આગામી મહિને લૉન્ચ કરશે એપલ આઇફોન 15 સીરીઝ -
Apple આગામી મહિને 12 અથવા 13 સપ્ટેમ્બરે iPhone 15 સીરીઝ લૉન્ચ કરશે. આ સીરીઝના ટોપ એન્ડ મૉડલ્સને 35W ફાસ્ટ ચાર્જિંગ મળે તેવું કહેવાય છે. આ વખતે iPhoneમાં લાઈટનિંગ પોર્ટને બદલે USB Type-C પોર્ટ ઉપલબ્ધ હશે અને ચાર્જિંગ કેબલનો રંગ ફોનના રંગ સાથે મેચ થઈ શકે છે. iPhone 15 સીરીઝની કિંમત 80,000 રૂપિયાથી શરૂ થવાની આશા છે.