વાસ્તવમાં આરોગ્ય સેતુ એપ કોણે બનાવી તે અંગે ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય તથા રાષ્ટ્રી માહિતી વિજ્ઞાન કેન્દ્ર (એનઆઈસી)એ સૂચના આયોગને કોઈ જાણકારી આપી નથી.
કેન્દ્રીય સૂચના આયોગે મંગળવારે નેશનલ ઈન્ફોર્મેટિક સેંટર પાસે જવાબ માંગ્યો હતો કે આરોગ્ય સેતુ વેબસાઇટ પર તમારું નામ છે તો એપના ડેવલપમેંટને લઈ કોઈ ડિટેલ કેમ નથી. આયોગે આ અંગે ચીફ પબ્લિક ઇન્ફોર્મેશન અધિકારીઓ સહિત નેશનલ ઈ-ગવર્નંસ ડિવીઝન, ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના ટેકનોલોજી મંત્રાલય તથા NICને કારણ બતાઓ નોટિસ મોકલી છે. આ નોટિસમાં કરોડો લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહેલી કોન્ટેક્ટ ટ્રેસિંગ એપને લઈ કરવામાં આવેલી આરટીઆઈનો સ્પષ્ટ જવાબ કેમ નથી આપવામાં આવ્યો તેનો ખુલાસો માંગવામાં આવ્યો હતો.
આરોગ્ય સેતુ એપની વેબસાઇટ કહે છે કે તેને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેંટર અને આઇટી મંત્રાલયે ડેવલપ કરી છે. પરંતુ આ એપને લઇ કરવામાં આવેલી આરટીઆઈમાં બંનેએ કહ્યું કે, એપ કોણે ડેવલપ કરી તે અંગે કોઇ જાણકારી નથી.