Redmi TWS Earbuds: સ્માર્ટફોન મેન્યૂફેક્ચરિંગ કંપની Redmi એ હાલમાં જ પોતાના નવા ઈયરબડ લૉન્ચ કરી દીધા છે. કંપનીએ બડ્સ 6 સીરીઝને ગ્લૉબલ માર્કેટમાં લૉન્ચ કરી છે. આ સીરીઝમાં કંપનીએ ત્રણ ઇયરબડ્સ (રેડમી ઇયરબડ્સ) રજૂ કર્યા છે જેમાં રેડમી બડ્સ 6 એક્ટિવ, રેડમી બડ્સ 6 લાઇટ અને રેડમી બડ્સ 6 પ્લેનો સમાવેશ થાય છે. 


ઉલ્લેખનીય છે કે, Redmi Buds 6 Activeને મે મહિનામાં જ ચીનમાં રજૂ કરવામાં આવ્યું હતું. હવે તેને ગ્લૉબલ માર્કેટમાં પણ લૉન્ચ કરવામાં આવી છે. આ ઇયરબડ્સમાં બેસ્ટ સાઉન્ડ ક્વૉલિટી સાથે તમને લગભગ 38 કલાકનો બેટરી બેકઅપ પણ મળે છે. જાણો અહીં આ ન્યૂ લૉન્ચ ઈયરબડ્સ વિશે...


Redmi Buds 6 Lite - 
કંપનીએ Redmi Buds 6 Liteમાં 12.4mm ટાઈટેનિયમ ડાયાફ્રેમ ડ્રાઈવર આપ્યો છે અને તે 40dB ANC સુધીના અવાજને દૂર કરવામાં સક્ષમ છે. કૉલ પર ક્રિસ્ટલ ક્લિયર સાઉન્ડ ક્વૉલિટી માટે કંપનીએ AI નૉઈઝ કેન્સલેશન ફિચર આપ્યું છે.


આ ઉપરાંત તેમાં ડ્યૂઅલ માઇક્રૉફોન પણ છે. કંપનીના જણાવ્યા અનુસાર, Buds 6 Liteનો ઉપયોગ લગભગ 7 કલાક સુધી કરી શકાય છે. અને પેબલ-આકારના ચાર્જિંગ કેસ સાથે તે 38 કલાક સુધીની બેટરી લાઇફ પ્રદાન કરે છે.


Buds 6 Play - 
Redmi Buds 6 Playની ડિઝાઇન એકદમ સ્ટાઇલિશ છે. કંપનીએ આ ડિવાઈસમાં 10mm ડાયનેમિક ડ્રાઈવર આપ્યો છે. આ ઉપકરણ AI નૉઈઝ રિડક્શન પેક સાથે પણ આવે છે. આ ઇયરબડ્સ લગભગ 36 કલાકની બેટરી લાઇફ આપે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ ડિવાઈસ માત્ર 10 મિનિટના ચાર્જિંગ પર 3 કલાક સુધી ચાલી શકે છે.


Redmi Buds 6 Active - 
રેડમી બડ્સ 6 એક્ટિવમાં Xiaomi એકોસ્ટિક લેબ દ્વારા ટ્યૂન કરેલ 14.2mm ડાયનેમિક ડ્રાઇવર આપવામાં આવ્યું છે. તે ઉત્તમ ઊંડા અવાજનો અનુભવ પ્રદાન કરે છે. આ ઉપકરણમાં ડ્યૂઅલ માઈક અને AI નૉઈઝ કેન્સલેશન પણ છે.


આ ઉપકરણમાં પારદર્શક કવર સાથે ચોરસ કેસ છે. કંપની અનુસાર, આ ઉપકરણ લગભગ 30 કલાકનો પ્લેબેક સમય આપે છે. એટલું જ નહીં, રેડમીના ત્રણેય ઇયરબડ બ્લૂટૂથ 5.4 અને ગૂગલ ફાસ્ટ પેર સાથે આવે છે.






કેટલી છે કિંમત - 
બડ્સ 6 ને એક્ટિવ પિંક શેડમાં પણ ખરીદી શકાય છે. આ ઉપકરણની કિંમત $14.90 એટલે કે લગભગ 1,250 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે Redmi Buds 6 Lite ની કિંમત UK, EU અને જાપાનમાં £15 છે જે ભારતીય કિંમતમાં લગભગ 1653 રૂપિયા છે. Redmi Buds 6 Play ને જાપાનની Rakuten વેબસાઇટ પરથી 1,380 યેન એટલે કે લગભગ 789માં ખરીદી શકાય છે. તમને જણાવી દઈએ કે આ ત્રણ ઈયરબડને કાળા, સફેદ અને વાદળી એમ ત્રણ રંગોમાં ખરીદી શકાય છે.


આ પણ વાંચો


1 સપ્ટેમ્બરથી બદલાઇ ગયો ગૂગલનો નિયમ!, મોબાઇલ યુઝર્સ આ કામ નહી કરે તો થશે નુકસાન