Nokia એવો સ્માર્ટફોન લોન્ચ કરી રહ્યું છે, જેમાં નહીં હોય એક પણ Google Apps, જાણો શું છે કારણ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Dec 2020 02:48 PM (IST)
નોકિયા ફોન બનાવનારી કંપની HMD Globalએ સત્તાવાર રીતે જણાવી દીધું છે કે, 15 ડિસેમ્બરે લોન્ચ થનાર ફોન એન્ડ્રોઈડ 10 ( ગો એડિશન) સાથે આવશે.
ફાઈલ ફોટો
નવી દિલ્હી: નોકિયા એવો ફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે કે, જેમાં ગૂગલની એક પણ એપ્સ તમને જોવા નહીં મળે. ખાસ કરીને એન્ડ્રોઈડ ફોનમાં ગૂગલ એપ્સ હોય છે પરંતુ નોકિયાનો જે ફોન લોન્ચ થઈ રહ્યો છે તેમાં ગૂગલ એપ નહીં હોય. નોકિયા ફોન બનાવનારી કંપની HMD Globalએ સત્તાવાર રીતે જણાવી દીધું છે કે, ચીનમાં 15 ડિસેમ્બરે લોન્ચ થનાર ફોન એન્ડ્રોઈડ 10 ( ગો એડિશન) સાથે આવશે. ખાસ વાત એ છે કે, ચીનમાં આ કંપનીનો પ્રથમ સ્માર્ટફોન હશે જે આ ઓપરેટિંગ સિસ્ટમ સાથે લોન્ચ થશે. વાસ્તવમાં ચીનમાં હવે માત્ર એવા ફોન જ લોન્ચ થઈ શકે છે, જેમાં ગૂગલ પ્લે સ્ટોર સહિત બીજી ગૂગલ એપ નહીં હોય. જેના કારણે નોકિયાને પણ ગૂગલ એપ્સ વગર ફોન લોન્ચ કરવું પડી રહ્યું છે. આ પહેલીવાર હશે કે કોઈ Android Go ફોનમાં ગૂગલની એપ્સ રહેશે નહીં. એન્ડ્રોઈડ ગો ગૂગલની ઓપરેટિંગ સિસ્ટમનું લાઈટવેટ વર્ઝન છે. જેમાં ગૂગલ લો, ગીમેલ ગો જેવી ઓછી મેમોરી વાળી એપ્સ આપવામાં આવે છે. આ પહેલા એચએમડી ગ્લોબલે Nokia 1, Nokia 1 Plus અને Nokia 2.1 જેવા મોડલ્સ એન્ડ્રોઈડ ગો સાથે લોન્ચ કર્યા હતા. એવામાં આશા વ્યક્ત કરાઈ રહી છે કે ભારતમાં નવો નોકિયા ફોન લોન્ચ થઈ શકે છે. એન્ડ્રોઈડ ગો ફોન ઓછી કિંમતની રેજમાં હોઈ શકે છે.