નવી દિલ્હીઃ કોરોનાનો કેર વધતા હવે દર્દીઓની સંખ્યા વધી રહી છે. ખાસ કરીને કોરોનાના નવો સ્ટ્રેન જે બીજી લહેરમાં સામે આવ્યો છે, તે ફેફસામાં વધુ અને ઝડપથી એટેક કરે છે. આવા સમયે કોરોનાની ઝપેટમાં આવેલા દર્દીને સૌથી વધુ શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. શ્વાસ લેવા માટે હવે દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર કે પછી ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સની વધુ જરૂરી ઉભી થઇ રહી છે. જો તમે એક સારુ ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ ખરીદવા માંગતા હોય તો પહેલા તેના વિશે જાણી લેવુ ખુબ જરૂરી છે. જેમ કે ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ કેટલા પ્રકારના હોય છે, કઇ રીતે કામ કરે છે અને શું છે માર્કેટમાં તેની કિંમત. જાણો અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ વિશે......
ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ શું છે?
ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ એક ડિવાઇસ છે જે હવામાંથી ઓક્સિજનને ફિલ્ટર કરે છે. જો કોઇ દર્દીનુ ઓક્સિજન લેવલ 90-94 ટકા છે, તો તે ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સથી શ્વાસ લઇ શકે છે. આનાથી તમને શ્વાસ લેવામાં તકલીફ નહીં પડે.
કેટલા પ્રકારના હોય છે ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ?
માર્કેટમાં તમને બે પ્રકારના ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ મળી જશે---
1- હૉમ ઓક્સિજન કન્સેન્ટ્રેટર.....
આને તમે ઘરમાં પણ વાપરી શકો છો. આ ઓક્સિજન કન્સેન્ટ્રેટર વીજળીથી કામ કરે છે. આને ઓપરેટ કરવા માટે વૉલ સૉકેટથી પાવર જોઇએ આ રીતેના કન્સેન્ટ્રેટર્સ પોર્ટેબલ કન્સેન્ટ્રેટર્સની સરખામણીમાં વધુ ઓક્સિજન ઉપલબ્ધ કરાવે છે. એટલે ગંભીર સ્થિતિમાં આને વધુ સારો ઓપ્શન માનવામા આવે છે.
2- પોર્ટેબલ ઓક્સિજન કન્સેન્ટ્રેટર.....
આને પણ તમે ક્યાંય પણ લઇ જઇ શકો છો, આને ઓપરેટ કરવા માટે વૉલ સૉકેટથી સતત પાવર જરૂર નથી પડતો. આમાં ઇન-બિલ્ટ બેટરી હોય છે. એકવાર પુરેપુરી ચાર્જ કર્યા બાદ આ 5-10 કલાક સુધી કામ કરે છે. જોકે આમાં ઓક્સિજનનો ફ્લૉ લિમીટેડ રહે છે. આને ગંભીર દર્દી માટે યોગ્ય માનવામાં આવે છે.
ઓક્સિજન કન્સેન્ટ્રેટર ખરીદતી વખતે શું રાખશો ધ્યાનમાં.......
તમારે ઓક્સિજન કન્સેન્ટ્રેટર ખરીદતી વખતે કેપેસિટીનુ ધ્યાન રાખવુ જરૂરી છે. આ અલગ અલગ સાઇઝના હોય છે. હૉમ ઓક્સિજન કન્સેન્ટ્રેટર 5L અને 10L કેપેસિટીમાં મળે છે. કોશિશ કરો કે વધુ ઓક્સિજન કન્સેન્ટ્રેટર લેવલ વાળા કન્સેન્ટ્રેટર જ ખરીદો. માર્કેટમાં 40 હજારથી 1 લાખ રૂપિયાની વચ્ચે આની કિંમત છે.
ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ કઇ રીતે કામ કરે છે?
ઉલ્લેખનીય છે કે, વાતાવરણમાં ફક્ત 21 ટકા જ ઓક્સિજન હોય છે. બાકી 78 ટકા નાઇટ્રૉજન અને 1 ટકા બીજો ગેસ હોય છે. હવે ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ હવામાંથી ફક્ત ઓક્સિજનને જ ફિલ્ટર કરે છે, અને બીજા ગેસને પાછો છોડી દે છે. આનાથી દર્દીને 90-95 ટકા ઓક્સિજન મળી શકે છે.
ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સની જરૂર ક્યારે પડે છે?
એક્સપર્ટ્સનુ કહેવુ છે કે જો ઓક્સિજન લેવલ 90-94 ટકા થવા પર ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સથી શ્વાસ લેવામાં મદદ મળી શકે છે. પરંતુ ઓક્સિજન લેવલ આનાથી નીચે જવાથી તમને તરત જ હૉસ્પીટલમાં એડમિટ થવાની જરૂર છે. 90 ટકાથી નીચે ઓક્સિજન લેવલ પહોંચવા પર ઓક્સિજન કન્સેન્ટ્રેટરથી આરામ નહીં મળે.
ઓક્સિજન કન્સેન્ટ્રેટર અને ઓક્સિજન સિલિન્ડરમાં શું છે અંતર.......
ઓક્સિજન સિલિન્ડરમાં મેડિકલ ગ્રેડ ઓક્સિજન હોય છે. જેમાં લગભગ 99 ટકા કન્સેન્ટ્રેડ ઓક્સિજન હોય છે. આમાં રહેલી એર પ્રેશરાઇઝ્ડ હોય છે. આમાં દર્દીને એક્સ્ટ્રીમલી હાઇ ફ્લૉ રેટમાં ઓક્સિજન સપ્લાય હોય છે. એક ઓક્સિજન સિલિન્ડરમાંથી એક મિનીટમાં લગભગ 15 લીટર સુધી ઓક્સિજન સપ્લાય થાય છે, આને રિફિલ કરાવવાનો હોય છે.
વળી, ઓક્સિજન કન્સેન્ટ્રેટર 24x7 ઓપરેટ થઇ શકે છે. પરંતુ આ પ્રેશરાઇઝ્ડ ઓક્સિજન નથી આપી શકતા. આનાથી 1 મિનીટમાં માત્ર 5-10 લીટર ઓક્સિજન જ સપ્લાય થઇ શકે છે, એટલે ગંભીર રીતે બિમાર દર્દી માટે પુરતો નથી.