નવી દિલ્હીઃ ઇન્ટરનેટ યૂઝર્સ માટે કાલની રાત બહુજ મુશ્કેલીભરી નીકળી, રાત્રે નવ વાગ્યાની આસપાસ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ Facebook, WhatsApp, Messenger અને Instagram અચાનક ડાઉન થઇ ગયા, આ પછી યૂઝર્સને ખુબ પરેશાનીઓનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન યૂઝર્સ ના તો કોઇને મેસેજ કરી શકતા હતા, કે ના તો કોઇના મેસેજ મેળવી શકતા હતા. જાણો આના ડાઉન થવા પાછળ શું છે કારણ ને કેટલુ થયુ નુકસાન.....


આટલા માટે ડાઉન થઇ આ એપ્સ- 
Facebook, WhatsApp, Messenger અને Instagramના ડાઉન થવાની સાથે જ એક્સપર્ટ આની તપાસમાં લાગી ગયા, કે આ એપ્સ ડાઉન થઇ કેવી રીતે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોર્ડર ગેટવે પ્રૉટોકૉલ (BGP)માં ખરાબીના કારણે Facebook, WhatsApp, Messenger અને Instagram ડાઉન થયુ હતુ. ઉલ્લેખનીય છે કે બીજીપીની મદદથી જ ઇન્ટરનેટ ચાલે છે, આના મારફતે જ કેટલાય નેટવર્ક એકબીજા સાથે જોડાયેલા હોય છે. 


ક્યારે થયુ ઠીક- 
Facebook, WhatsApp, Messenger અને Instagram સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સે સાત કલાકથી વધુ સમય સુધી ડાઉન રહ્યા બાદ સવારે લગભગ ચાર વાગે ફરીથી કામ કરવાનુ શરૂ કરી દીધુ. જોકે, થોડીક વાર સુધી આ ત્રણેય સ્લૉ કામ કરી રહ્યાં હતા, પરંતુ બાદમાં આ બિલકુલ ઠીક થઇ ગયા. 


પરેશાન થયા યૂઝર્સ- 
Facebook, WhatsApp, Messenger અને Instagram એપ્સના શરૂ થવા પર યૂઝર્સે રાહતનો શ્વાસ લીધો. આ પહેલા ઘણાબધા યૂઝર્સે પોતાનો ગુસ્સો ટ્વીટર પર ઠાવલ્યો હતો, આ દરમિયાન કેટલાકે તે મીમ્સ બનાવીને મજાક પણ ઉડાવવાની શરૂ કરી દીધી હતી. 


આટલુ થયુ નુકસાન-
આ ગ્લૉબલ આઉટેજના કારણે ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગની સંપતિમાં સાત બિલિયન ડૉલર એટલે કે લગભગ 52190 કરોડ રૂપિયાથી વધુનુ ગાબડુ પડી ગયુ. સાથે જ કંપનીની રેવન્યૂમાં 80 મિલિયન ડૉલર એટલ કે લગભગ 596 કરોડ રૂપિયાથી વધુનુ નુકસાનની આશંકા બતાવવામાં આવી રહી છે. Facebook, WhatsApp, Messenger અને Instagram ઠપ થવાના કારણે આખી દુનિયાની અર્થવ્યવસ્થાને દરકલાકે લગભગ 160 મિલિયન ડૉલર એટલે કે 1192.9 કરોડ રૂપિયાથી વધુનુ નુકસાન ઉઠાવવુ પડ્યુ.