વ્હોટસએપનું આ ફીચર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વીડિયો શેર કરતી વખતે તેનો ઉપયોગ કરી શકાશે. વ્હોટસએપના નવા ફીચરની જાણકારી આપનાર વેબસાઇટ WABetainfo મુજબ વ્હોટસએપે મ્યૂટ વીડિયો ફીચર રીલિઝ કરવાનું શરૂ કરી દીધું છે. હાલ વ્હોટસએપનું આ નવું ફીચર બધા જ Android બીટા ટેસ્ટર્સ માટે રીલિઝ કરવામાં આવ્યું છે. એન્ડ્રોઇડ બીટા ટેસ્ટ્ર્રર્સ માટે આ નવો ડેટા થોડા કલાકમાં જ આવી જશે.આ નવા ફીચર માટે યુઝર્સે વ્હોટસએપ અપડેટ કરવી પડશે. વ્હોટસએપ તેમનું આ નવું ફીચર બહુ જલ્દી તમામ યુઝર્સ માટે રીલિઝ કરી દેશે. જો કે વ્હોટસએપ તરફથી આ નવા ફીચર મુદ્દે કોઇ ઓફિશ્યલ ડિટેલ સામે નથી આવી.
વીડિયો મ્યૂટ કરવા માટે સ્પીકર આઇકન પર કરવું પડશે ટેપ
WABetainfoની સાઇટમાં યુઝર્સને ડેટા અપડેટ કરવાનું જણાવવામાં આવ્યું છે. આ ફીચર વ્હોટસએપનું પહેલાનું વર્જન ઉપયોગ કરનાર બીટા ટ્રેસ્ટર્સ પર પણ જોઇ શકશે. વ્હોટસએપનું મ્યૂટ વીડિયોનું ફીચર એડિટ વીડિયોની બાજુમાં હશે. લીક સામે આવ્યાના મહિનાઓ બાદ બીટા ટેસ્ટર્સ રીલિઝ કરવામાં આવ્યું છે. નવેમ્બર 2020માં આ ફીચરની લીક સામે આવી હતી. એક સ્ક્રિનશોર્ટમાં વીડિયોની ડ્યૂરેશન અને ફાઇલ સાઇઝની બાજુમાં જ સ્પીકરનું આઇકન આપવામાં આવ્યું છે.વીડિયો મ્યૂટ કરવા માટે યુઝર્સે માત્ર સ્પીકર આઇકન પર ટેપ કરવાનું રહેશે.