નવી દિલ્હીઃ આજે 15મી ઓગસ્ટ 2021એ દેશભરમાં 75મો સ્વાતંત્ર્ય દિવસ (Independence Day) ઉજવવામાં આવી રહ્યો છે. કોરોનાકાળ હોવાના કારણે ભલે પહેલા જેવી જનમેદની સાથે આ ખાસ તહેવાર ના ઉજવાઇ રહ્યો હોય, પરંતુ આની અસર હવે સોશ્યલ મીડિયા પર જોવા મળી રહી છે. લોકો પોતાના મિત્રો અને સંબંધીઓને વૉટ્સએપ પર સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. આ માટે ખાસ પ્રકારના સ્વાતંત્ર્ય દિવસના સ્ટિકર્સનો ઉપયોગ કરાઇ રહ્યો છે. 


જો તમે પણ તમારા મિત્રો, પરિવારજનો અને સંબંધીઓને આજની સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ મોકલવા માટે વૉટ્સએપનો ઉપયોગ કરી રહ્યાં છે, તો અહીં બતાવેલી પ્રૉસેસથી તમે પણ શાનદાર સ્વાતંત્ર્ય દિવસના સ્ટિકર્સ મોકલી શકો છો. જુઓ..


WhatsApp સ્ટિકર્સ છે બેસ્ટ ઓપ્શન- 
WhatsApp પર તમે પોતાના સગા, મિત્રો અને સંબંધીઓ, પરિવારજનોને Independence Dayના સ્ટિકર્સ પણ મોકલી શકો છો. વળી જો તમને એ નથી ખબર કે વૉટ્સએપ પર સ્ટિકર્સ કઇ રીતે કઇ રીતે મોકલી શકાય છે તે અહીં જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ.....


આ રીતે ડાઉનલૉડ કરીને મોકલો WhatsApp પર 75th Independence Dayના Stickers -


સ્ટિકર મોકલવા માટો સૌથી પહેલા સ્માર્ટફોનમાં Google Play Store પર જાઓ. 
હવે અહીં Independence Day WhatsApp stickers સર્ચ કરો. 
હવે અહીં પોતાની પસંદ અનુસાર, કોઇપણ સ્ટિકર પેક ડાઉનલૉડ કરી લો. 
આટલુ કર્યા બાદ સ્ટિકર પેક ઓપન કરો અને '+' આઇકૉન પર ટેપ કરીને કન્ફોર્મ કરો. 
હવે WhatsApp પર જઇને કોઇપણ ચેટ વિન્ડો ઓપન કરો. 
ચેટ વિન્ડોમાં ટેક્સ્ટ બૉક્સમાં સ્માઇલી આઇકૉન પર ટેપ કરીને સ્ટિકરને સિલેક્ટ કરો. 
આ પછી હજુ તમે જે સ્ટિકર પેક એડ કર્યુ છે તેને સિલેક્ટ કરો. 
છેલ્લે સેન્ડ કરવા માટે કોઇના પર પણ ટેપ કરી દો. 
આવામાં તમે કોઇને પણ Independence Dayનુ Stickers સેન્ડ કરી શકશો.