Part Time Job Cyber Fraud: ભારત સહિત સમગ્ર વિશ્વમાં સાયબર ફ્રૉડના કેસ ઝડપથી વધી રહ્યા છે. સાયબર ઠગ એવા લોકોને પણ ટાર્ગેટ કરી રહ્યા છે જેઓ પાર્ટ ટાઈમ જૉબ ઈચ્છે છે અને તેના વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. સાયબર ઠગ લોકોની વિગતો મેળવવા માટે આ તકનો લાભ લે છે અને પછી તેઓને રિક્રૂટમેન્ટ એજન્સી અથવા કંપનીના એચઆર મેનેજર તરીકે ઓળખાવે છે. આ પછી વ્યક્તિની એક ભૂલને કારણે તેનું આખું બેંક ખાતું ખાલી થઈ જાય છે.


તાજેતરમાં દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ પણ શેર કરી છે. પોલીસે ચેતવણી આપી છે કે કોઈપણ અજાણી પાર્ટ ટાઈમ જૉબ લિંક પર ક્લિક કરવાનું ટાળો કારણ કે તે માલવેરની લિંક હોઈ શકે છે જે એકાઉન્ટ અને વ્યક્તિગત વિગતો અને ડિટેલ્સ જાણી લે છે.


કઇ રીતે લોકો સાથે કનેક્ટ કરે છે સાયબર ઠગ 
ખરેખર, આવા સાયબર ઠગ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને આવી તકો શોધતા રહે છે. જો કોઈ વ્યક્તિ પાર્ટ-ટાઈમ જૉબ વિશે પોસ્ટ પસંદ કરે છે અથવા પોસ્ટ કરે છે, તો સાયબર ઠગ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટને ઍક્સેસ કરે છે અને Instagram, Linkedin, WhatsApp અથવા અન્ય કોઈપણ પ્લેટફોર્મ દ્વારા તમારો સંપર્ક કરે છે.


આ રીતે આપે છે ઠગાઇને અંજામ 
સાયબર છેતરપિંડી કરનારાઓ તમારી સાથે સરસ રીતે વાત કરે છે, અને પછી તમને તમારા સ્માર્ટફોનમાં તેમની એપ ઇન્સ્ટૉલ કરવાનું કહે છે. તમે તમારા ફોનમાં એપ ઇન્સ્ટૉલ કરો કે તરત જ તમારી પર્સનલ અને નાણાકીય માહિતી તેમના માટે ઉપલબ્ધ થઈ જાય છે. તે પછી તેઓ તમારું એકાઉન્ટ ખાલી કરે છે. આવી સ્થિતિમાં તે જરૂરી છે કે તમે આવા છેતરપિંડી કરનારાઓથી દૂર રહો અને આવી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો. આ સિવાય સાયબર ફ્રૉડ થાય તો તરત જ પોલીસને જાણ કરો.