India vs West Indies Live streaming: ભારતીય ટીમ તાજેતરમાં જ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ ફાઇનલ રમી ચૂકી છે, અને ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતીય ટીમની આગામી સીરીઝ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હાર્યા બાદ ટીમ ઇન્ડિયાનો આગામી પ્રવાસ વેસ્ટ ઈન્ડિઝનો છે. BCCIએ આ અઠવાડિયાના અંત સુધીમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. આ પહેલા જાણો ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મેચો મોબાઇલ પર કઇ એપ્સ પરથી ફ્રીમાં જોઇ શકાશે. 


સૌથી પહેલા ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર બે મેચની ટેસ્ટ સીરીઝ રમવાની છે. ઓસ્ટ્રેલિયા સામેના ફ્લૉપ શૉ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં પણ કેટલાક ફેરફારો થઇ શકે છે. 


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ સીરીઝ સાંજે 7:30થી શરૂ થશે. જ્યારે વનડે સીરીઝનો સમય સાંજે 7 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. આ બંને દેશો વચ્ચે બે ટેસ્ટ મેચ બાદ ત્રણ મેચોની વનડે સીરીઝ રમાશે. વળી, રાત્રે 8 વાગ્યે શરૂ થનારી પાંચ મેચની T20 સીરીઝમાં બંને ટીમો એકબીજાની આમને સામને ટકરાશે.


મોબાઇલ પર કઇ એપ પરથી જોઇ શકાશે ફ્રીમાં મેચો - 
ભારતીય ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર એ છે કે ભારતીય ફેન્સ આ ટૂરમાં તમામ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર ફ્રીમાં જોઈ શકશે. ફેનકૉડ પાસે ભારતમાં વેસ્ટ ઈન્ડિઝની મેચોનું લાઈવ પ્રસારણ કરવાનો અધિકાર છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Viacom18 એ ડિજિટલ બ્રૉડકાસ્ટ માટે ફેનકૉડ સાથે પાર્ટનરશીપ કરી છે. આથી ફેન્સ Jio સિનેમા એપ પર પણ મેચ જોઈ શકશે. વળી, ટીવી પ્રસારણ માટે ફેનકૉડ અને ડીડી સ્પૉર્ટ્સ વચ્ચે વાતચીત ચાલી રહી છે.


ટેસ્ટ સીરીઝનું શિડ્યૂલ - 
પહેલી ટેસ્ટ, 12-16 જુલાઇ, વિન્ડસર પાર્ક, ડૉમિનિકા ( 7.30 PM) 
બીજી ટેસ્ટ, 20-24 જુલાઇ, ક્વિન્સ પાર્ક, ઓવલ, ત્રિનિદાદ ( 7.30 PM)


વનડે સીરીઝનું શિડ્યૂલ - 
પ્રથમ વનડે, 27 જુલાઇ, કેન્સિગ્ટન ઓવલ, બારબાડોસ ( 7.00 PM) 
બીજી વનડે, 29 જુલાઇ, કેન્સિગ્ટન ઓવલ, બારબાડોસ ( 7.00 PM)
ત્રીજી વનડે, 1 ઓગસ્ટ, બ્રાયન લારા ક્રિકેટ એકેડેમી, ત્રિનિદાદ ( 7.00 PM)


 


ભારતીય ખેલાડીઓ માટે એક મહિનાનો બ્રેક


ભારતીય ટીમને WTC ફાઈનલ બાદ લગભગ એક મહિનાનો બ્રેક મળ્યો છે. 12 જુલાઈથી ડોમિનિકામાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થશે. બીજી ટેસ્ટ 20 જુલાઈથી ત્રિનિદાદમાં રમાશે.  27 જુલાઈથી ત્રણ મેચની વનડે શ્રેણી શરૂ થશે. પ્રથમ અને બીજી ODI (29 જુલાઈ) બાર્બાડોસમાં રમાશે, જ્યારે ત્રીજી ODI 1 ઓગસ્ટે ત્રિનિદાદમાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને ટી20 સીરીઝ માટે ટીમમાં ફેરફાર કરવામાં આવી શકે છે.


ટીમમાં મોટા ફેરફારોની અપેક્ષા છે


માનવામાં આવી રહ્યું છે કે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને ટી20 સીરીઝ માટે ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવી શકે છે. આગામી WTC ફાઈનલ 2025માં રમાશે. આવી સ્થિતિમાં નવા ખેલાડીને તૈયાર કરવા માટે આ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખરાબ પ્રદર્શનના કારણે ચેતેશ્વર પૂજારા અને ઉમેશ યાદવને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. આ સાથે જ તેમના સ્થાને યશસ્વી જયસ્વાલ અને મુકેશ કુમારને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.  વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને ટી20 સીરીઝ માટે ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવી શકે છે.