Infinix Hot 30i : ઇનફિનિક્સે પોતાનો નવો એન્ટ્રી લેવલ સ્માર્ટફોન Infinix Hot 30i લૉન્ચ કરી દીધો છે. ફોનને ઓછી કિંમતમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. આવામાં ફોનમાં 120Hz રિફ્રેશ રેટ ના આપીને 90Hz રિફ્રેશ રેટ વાળી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ઉપરાંત ફોનમાં MediaTek Helio G37 પ્રૉસેસરની સાથે 16GB સુધી રેમ તથા 128GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. ફોનમાં બીજા કેટલાય સ્પેક્ટ્સ છે. જાણો નવા ફિચર્સ વિશે..... 


Infinix Hot 30i ની કિંમત - 
કંપની દ્વારા Infinix Hot 30iને 8,999 રૂપિયાની કિંમતની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. આ કિંમત ફોનના 8GB રેમ અને 128GB સ્ટૉરેજ વેરિએન્ટ માટે છે. આ ફોન ત્રીજા કલર ઓપ્શમાં લૉન્ચ થયો છે. જેમાં બ્લેક, બ્લૂ અને ઓરેન્જ કલર સામેલ છે. જો તમે આ ફોનને ખરીદવા માંગો છો, તો ફોનની સેલ 3 એપ્રિલ, 2023એ બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટ પરથી શરૂ થશે. 


Infinix Hot 30i ના ફિચર્સ -
ડિસ્પ્લે : 6.6 ઇંચની HD+ IPS LCD ડિસ્પ્લે 
પ્રૉસેસર : MediaTek Helio G37 પ્રૉસેસર 
રેમ અને સ્ટૉરેજ : 16GB સુધી રેમ તથા 128GB સ્ટૉરેજ
કેમેરા : 50MP કેમેરા સેટઅપ
બેટરી : 5000mAh બેટરી 


Infinix Hot 30iમાં 6.6 ઇંચની HD+ IPS LCD ડિસ્પ્લે છે, આનો રિફ્રેશ રેટ 90Hz અને મેક્સિમમ બ્રાઇટનેસ 500 nits છે. આ ઉપરાંત ફોનમાં MediaTek Helio G37 પ્રૉસેસર છે. ફોનની રેમ વર્ચ્યૂઅલી 16GB સુધી અને સ્ટૉરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1TB સુધી વધારી શકાય છે. ફોનમાં ડ્યૂલ કેમેરા સેટઅપ છે, જેમાં 50MPનો પ્રાઇમરી + AI લેન્સ છે. ફોનમાં 5MP નો કેમેરો છે. સ્માર્ટફોન 5000mAhની બેટરી અને 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે છે. કંપનીનો દાવો છે કે ફોન સિંગલ ચાર્જ પર આખો દિવસ ચાલી શકે છે. 


 


Koo Updates: કૂએ લૉન્ચ કર્યા ખાસ સેફ્ટી ફિચર્સ, હવે યૂઝર્સ નહીં અપલૉડ કરી શકે આ પ્રકારની કન્ટેન્ટ


Koo Launches content moderation feature: સોશ્યલ મીડિયા પર વધી રહેલા યૌન શોષણ અને ન્યૂડિટી સાથે જોડાયેલા કન્ટેન્ટને લઇને માઇક્રોબ્લૉગિંગ સાઇટ કૂ એપે કેટલાક ફિચર્સને લૉન્ચ કર્યા છે. કંપની તરફથી એક્ટિવ કન્ટેન્ટ મૉડરેશન ફિચર્સને કોઇપણ પ્રકારની ન્યડિટી અને બાળ યૌન શોષણ વાળી કન્ટેન્ટને હટાવવા માટે શરૂ કરવામાં આવ્યુ છે. કંપનીનો દાવો છે કે, આ ફિચર્સ દ્વારા વેબસાઇટ પર અપલૉડ થયેલી એવી કન્ટેન્ટને 5 સેકન્ડમાં જ હટાવી દેવામાં આવશે. આ યૂઝર્સ દ્વારા માત્ર આ પ્રકારની કન્ટેન્ટ જ ચિન્હિત કરવામાં આવે, એવું નથી પરંતુ આમાં એકાઉન્ટ બ્લૉક, કન્ટેન્ટ અને કૉમેન્ટ ડિલીટ વગેરે પણ સામેલ છે.  


ખરેખરમાં, કૂ તરફથી બાળ યૌન દૂર્વ્યવહાર સાથે જોડાયેલી કન્ટેન્ટ, અભદ્ર ભાષા, ખોટી સૂચના, નકલી જાણકારી, નકીલ પ્રૉફાઇલ પર નિયંત્રણ કરવા માટે ખાસ ફિચર પર કામ કરવામાં આવી રહ્યું છે. સાથે જ કૂ તરફથી વેબસાઇટ પર શેર થઇ રહેલી કોઇપણ પ્રકારની કન્ટેન્ટને ડિલીટ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે, જેથી યૂઝર્સને બેસ્ટ એક્સપીરિયન્સ પ્રૉવાઇડ કરાવવામાં આવી શકે.


ફિચર્સમાં શું છે ખાસ ?
ખરેખરમાં, કૂ તરફથી 'નૉ ન્યૂડિટી એલ્ગૉરિધમ’ બનાવવામાં આવ્યું છે, જેનાથી વેબસાઇટ પર જેવી કોઇ ન્યૂડિટી વાળી કન્ટેન્ટ શેર થાય છે, તો આ ફિચર્સ એવી કન્ટેન્ટ અપલૉડ નથી થવા દેતું, અને તેને સર્ક્યૂલેટ થતા રોકે છે. આ આખી પ્રૉસેસમાં 5 સેકન્ડથી પણ ઓછો સમય લાગે છે. નવા ફિચર અંતર્ગત જો વેબસાઇટ પર કોઇપણ યૂઝર્સ તરફથી અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે, તો 10 સેકન્ડથી ઓછા સમયમાં આની જાણ થઇ જાય છે, અને સર્ક્યૂલેટ થતા રોકી દેવામાં આવે છે. આની સાથે જ હિંસા, મેચ થતી પ્રૉફાઇલ, ફેક પ્રૉફાઇલ બનાવનારા યૂઝર્સનો પણ ખાસ ખ્યાલ આ ફિચરથી રાખવામાં આવે છે, અને જો કોઇ આવું કરે છે, તો થોડીક જ સેકન્ડોમાં આની જાણકારી મળી જાય છે. વળી, આ ફિચર્સ ફેક કન્ટેન્ટને સર્ક્યૂલેટ થતા બચાવવા પર પણ કામ કરે છે. જેથી ખોટી માહિતી વાયરલ ના થાય.