Bhavnagar News Update: રાજ્યમાં કોરોનાની સાથે H3N2 વાયરસના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન ભાવનગરમાં 83 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતક H3N2 વાયરસથી સંક્રમિત હતા.


H3N2નો ટેસ્ટ પોઝિટિવ આવે તો ICMRની માર્ગદર્શિકા મુજબ,રાખો આ તકેદારી


શમાં H3N2 વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. લોકો તેનો શિકાર બની રહ્યા છે. શરદી અને ઉધરસની ફરિયાદમાં  ડોકટરો H3N2 વાયરસ માટે પરીક્ષણ કરાવવાની સલાહ આપી રહ્યા છે. કારણ કે H3N2 વાયરસ મોસમી રોગોની જેમ શરદી અને તાવનું કારણ બની રહ્યો છે. તેથી, પરીક્ષણ કર્યા વિના એ સમજવું મુશ્કેલ છે કે તે H3N2 વાયરસ છે કે, સિઝનલ રોગ. શરદી થયા પછી H3N2 વાયરસ માટે ક્યારે પરીક્ષણ કરાવવું તે જાણો.


H3N2 વાયરસ શું છે


જ્યારે પણ કોઈ વ્યક્તિ H3N2 વાયરસની ઝપેટમાં આવે છે, ત્યારે તેમાં સામાન્ય વાયરલ જેવા લક્ષણો જેમ કે શરદી,   તાવ, નાક બંધાવાની સાથે ઉલ્ટી અને શરીરના દુખાવા જેવી સમસ્યા પણ થઈ શકે છે. આ વાઈરસની પકડને કારણે ઘણી વખત ઓક્સિજનનું સ્તર ઓછું હોવાની ફરિયાદ રહે છે, સ્નાયુઓમાં તીવ્ર દુખાવો પણ થાય છે. આવા લક્ષણો જોવા પર, સમયસર H3N2 ટેસ્ટ કરાવવાથી અને તેની સારવાર કરાવવાથી આ રોગથી બચી શકાય છે.


ટેસ્ટ ન કરાવવાના નુકસાન









H3N2નો ટેસ્ટ કેવી રીતે થાય છે


H3N2 વાયરસ ચેપ દ્વારા જ ફેલાય છે. ટેસ્ટથી જ એ જાણી શકાય છે કે શરદી અને શરદીના લક્ષણો H3N2 વાયરસ છે કે નહીં. એટલા માટે ટેસ્ટ કરાવવો જોઈએ. કોરોનાની જેમ આ વાયરસ માટે પણ એક ટેસ્ટ છે. નાક અને મોં દ્વારા સેમ્પલ લેવામાં આવે છે, આમાં RT-PCR જેવા ટેસ્ટ પણ કરવામાં આવે છે. જેનો રિપોર્ટ થોડા કલાકોમાં મળશે. H3N2 વાયરસનો ભોગ બન્યા પછી ચિકિત્સકો એન્ટિવાયરલ દવાઓથી સારવાર કરે છે.


H3N2 પોઝિટિવ આવ્યા બાદ શું કરવું



  • કોરોના જેવા પ્રોટોકોલનું પાલન કરો

  • આઇસોલેટ થઇ જવું

  • ડૉક્ટરની સલાહ પર દવાઓ લેવી.

  • ICMR ની માર્ગદર્શિકા અનુસરો.