નવી દિલ્હીઃ ઇન્સ્ટાગ્રામ નાની ઉંમરના બાળકો માટે “ઇન્સ્ટાગ્રામ કિડ્સ”ની યોજનાને શરૂ કરવાનુ હતુ, જેને હાલ પુરતી રોકી દેવામા આવી છે. વધી રહેલા વિવાદોની વચ્ચે ફેસબુકે ઇન્સ્ટાગ્રામના ખાસ ફિચર એવા 'ઇન્સ્ટાગ્રામ કિડ્સ'ની યોજના પર રોક લગાવી દીધી છે. ખરેખરમાં ઇન્સ્ટાગ્રામ 13 વર્ષના નાના બાળકો માટે “ઇન્સ્ટાગ્રામ કિડ્સ”ને શરૂ કરવાની હતી, જેનો અમેરિકામાં જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ યોજનાને લઇને પેરેન્ટ્સે ઇન્સ્ટાગ્રામની માલિકી કંપની ફેસબુક વિરુદ્ધ પ્રદર્શન કર્યુ અને આને શરૂ ના કરવાની ચેતાવણી આપી.
થોડાક સમય પહેલા જ ફેસબુકે જાહેરાત કરી હતી કે તે બાળકોની ઉંમરને ધ્યાનમાં રાખતા તેના માટે અલગથી ઇન્સ્ટાગ્રામ લાવશે. ફેસબુકની આ જાહેરાત બાદ બાળકોના માતા પિતાએ વિરોધ દર્શાવ્યો સાથે ફેસબુકના વિરોધમાં પ્રદર્શન કર્યુ. આ યોજનાના વિરોધમાં અમેરિકન સંસદમાં પણ અવાજ ઉઠાવવાની વાત કરવામાં આવી રહી છે.
મળેલી માહિતી અનુસાર, આ અઠવાડિયે “ઇન્સ્ટાગ્રામ કિડ્સ” મામલા પર અમેરિકન સંસદમાં સુનાવણી થઇ શકે છે. વળી, ફેસબુકના લીક રિપોર્ટ અનુસાર, ઇન્સ્ટાગ્રામ નાની ઉંમરના બાળકોના સ્વાસ્થ્ય પર અસર પહોંચાડી રહ્યુ છે. જોકે ઇન્સ્ટાગ્રામના પ્રમુખ એમડી મોસેરીએ કહ્યું, તે બાળકોના માતા-પિતા, વિશેષજ્ઞો સાથે વાત કરી તેમની વાતોને સમજશે. જેના કારણે હાલના સમયમાં રોક લગાવીને સમય લેવામાં આવી રહ્યો છે. થોડાક સમય પહેલા જ ફેસબુકે જાહેરાત કરી હતી કે તે બાળકોની ઉંમરને ધ્યાનમાં રાખતા તેના માટે અલગથી ઇન્સ્ટાગ્રામ લાવશે.
પેરેન્ટ્સની નજર હેઠળ વાપરે બાળકો પ્લેટફોર્મ- ઇન્સ્ટાગ્રામ
ઇન્સ્ટાગ્રામે એક નિવેદનમાં કહ્યુ કે- એક હકીકત એ પણ છે કે ઓછી ઉંમરના બાળકો આ યોજના વિના પણ ઓનલાઇન છે. બાળકો માટે સારુ રહેશે કે તે માતા-પિતાની નજર હેઠળ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે. જોકે તેમને એ પણ કહ્યું કે 13 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે યુટ્યૂબ, ટિકટૉક જેવા પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ છે.