Bharatnet Package: ભારતમાં ઇન્ટરનેટનો વ્યાપ સતત વધી રહ્યો છે. હવે આ બધાની વચ્ચે એક નવું ઇનૉવેશન ભારતમાં ઇન્ટરનેટ ક્ષેત્રે એન્ટ્રી લઇ રહ્યું છે. ભારતનેટ પેકેજને (Bharatnet package) શનિવારે કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ અંગે માહિતી આપતા ટેલિકૉમ વિભાગ (DoT)ના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, સરકારના મહત્વાકાંક્ષી ભારતનેટ (Bharatnet) પ્રૉજેક્ટના (Bharatnet Project) આગળના તબક્કાને આગળ વધારવા માટે 1.3 ટ્રિલિયન ડૉલર (17 બિલિયન)નું રોકાણ કરવામાં આવશે. બિઝનેસ સ્ટાન્ડર્ડના સમાચાર અનુસાર, ભારતનેટનો હેતુ દરેક ભારતીય ગામડામાં ફિક્સ્ડ-લાઇન બ્રૉડબેન્ડ કનેક્ટિવિટી (fixed-line broadband connectivity) પ્રદાન કરવાનો છે.


ભારતનેટનો હેતુ - 
રિપોર્ટ્સ અનુસાર, ભારતનેટના આગલા તબક્કાને આગળ ધપાવવા માટે કેબિનેટની બેઠકમાં એક નવું ઓપરેશન મૉડલ પણ અપનાવવામાં આવ્યું હતું, જેનું લક્ષ્ય આગામી બે મહિનામાં દેશભરની 250,000 ગ્રામ પંચાયતો હેઠળના 674,000 ગામોને આવરી લેવાનું છે. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2020માં સરકારે ઓછામાં ઓછા 100 Mbps બેન્ડવિડ્થ ઇન્ટરનેટ પ્રદાન કરવા માટે દેશના દરેક ગામને ઓપ્ટિકલ ફાઇબર કેબલ દ્વારા જોડવાની જાહેરાત કરી હતી. હાલમાં 194,000 ગામો અત્યાર સુધીમાં નાખવામાં આવેલા 584,000 કિમી ફાઇબર ઓપ્ટિક કેબલથી જોડાયેલા છે.


ગ્રામ પંચાયતોને જોડવાનું મૉડલ - 
ભારતનેટ પેકેજ (Bharatnet package) રાજ્ય-આધારિત મૉડેલ, ખાનગી ક્ષેત્રનું મૉડેલ અને CPSU મૉડેલ જેવા વિવિધ મૉડલ દ્વારા ગ્રામ પંચાયતોને જોડે છે. આગામી તબક્કામાં તે હવે એક સિસ્ટમ દ્વારા સેટઅપ કરવામાં આવશે જ્યાં ગ્રામીણ સાહસિકો (જેને ઉદ્યામી કહેવાય છે) દરેક ગામમાં વ્યક્તિગત ઘરોમાં કેબલ નાખવા અને તેની જાળવણી કરવા માટે પસંદ કરવામાં આવશે.


રિપોર્ટ્સ અનુસાર, ઓપ્ટિકલ ફાઈબર કેબલને (optical fiber cable) ગ્રામ્ય સ્તર સુધી લાવવાનો મૂડી ખર્ચ સરકાર ઉઠાવશે, પરંતુ તેને આગળ લઈ જવાની જવાબદારી ઉદ્યોગસાહસિકની રહેશે. ભારતનેટ (Bharatnet) દ્વારા ગ્રામીણ ભારતમાં ઈ-ગવર્નન્સ (e-governance), ઈ-હેલ્થ, ઈ-એજ્યૂકેશન, ઈ-બેંકિંગ, ઈન્ટરનેટ અને અન્ય સેવાઓનું વિતરણ સરળ બનાવવું પડશે.