iPhone 15 Series Launch Date: એપલના આઇફોન લવર્સ માટે એક મોટી ખુશખબર સામે આવી છે, એપલની અપકમિંગ iPhone સીરીઝની દરેક વ્યક્તિ રાહ જોઈ રહી છે. આ વર્ષની શરૂઆતથી જ લોકો તેના લૉન્ચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આખરે એ સમય આવી ગયો છે, જ્યારે કંપની iPhone 15 સીરીઝને માર્કેટમાં લૉન્ચ કરશે. આવતા અઠવાડિયે 12 સપ્ટેમ્બરે કંપની વૈશ્વિક સ્તરે iPhone 15 સીરીઝ લૉન્ચ કરશે. આ વખતે Apple 4 ને બદલે 5 iPhone લૉન્ચ કરી શકે છે. ટિપસ્ટર માજીન બુએ ટ્વીટર પર આ વાત કહી છે. તેણે લખ્યું કે કંપની iPhone 15 Pro Maxને 6GB રેમ અને 1TB સ્ટૉરેજ સાથે લૉન્ચ કરી શકે છે. તેવી જ રીતે, કંપની iPhone 15 Ultraને 8GB રેમ અને 2TB સ્ટૉરેજ સાથે બજારમાં ઉતારી શકે છે. ટિપસ્ટરે એમ પણ કહ્યું કે યૂઝર્સને પ્રૉ મૉડલની સરખામણીમાં અલ્ટ્રા મૉડલમાં સારી કેમેરા ક્વૉલિટી મળશે.


મોંઘો હોઇ શકે છે iPhone 15 Ultra - 
માજીન બુએ જણાવ્યું કે કંપની આઇફોન 15 અલ્ટ્રાને બાકીના ફોનની સરખામણીમાં $100 વધુ મોંઘા કરી શકે છે, એટલે કે આ મૉડલ 8,000 રૂપિયાથી 9,000 રૂપિયા મોંઘું થઈ શકે છે. પ્રૉ અને અલ્ટ્રા મૉડલ્સમાં અન્ય તમામ સ્પેક્સ સમાન રહી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા લીક્સમાં કહેવામાં આવ્યું હતું કે iPhone 15 Pro Maxની કિંમત ગયા વર્ષ કરતા $200 વધુ હોઈ શકે છે, એટલે કે તે 15 થી 16,000 રૂપિયા મોંઘું થઈ શકે છે.






iPhone 13 પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ - 
Apple નવા ફોનના લૉન્ચ પહેલા iPhone 13 પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તે હાલમાં એમેઝૉન અને ફ્લિપકાર્ટ પર 58,999 ની શરૂઆતી કિંમત સાથે લિસ્ટેડ છે. જો તમે HDFC બેંકના ક્રેડિટ કાર્ડથી ફોન ખરીદો છો, તો તમે તેને 56,999 રૂપિયામાં તમારો બનાવી શકો છો. એમેઝૉન પર કોઈ બેંક ઓફર નથી, પરંતુ બંને પ્લેટફોર્મ એક્સચેન્જ ઓફર કરી રહ્યા છે. જો તમે એક્સચેન્જ કરીને આ ફોન ખરીદો છો તો તમને તે વધુ સસ્તામાં મળશે. ધ્યાન રહે કે વિનિમય મૂલ્ય તમારા જૂના ફોન પર આધારિત છે.