iQOO Z7 5G Launch: જો તમે 20,000 રૂપિયાની રેન્જમાં પોતાના માટે એક સારો 5G ફોન ખરીદવાનું વિચારી રહ્યાં છે, તો તાજેતરમાં જ લૉન્ચ થયો હોય કે થવાનો હોય તો, તમે iQOO Z7 5G ખરીદી શકો છો. કંપની આ બજેટ સ્માર્ટફોનને 21 માર્ચે બપોરે 12 વાગે લૉન્ચ કરશે. આ વાતની જાણકારી ખુદ આઇક્યૂએ ટ્વીટર દ્વારા શેર કરી છે, કંપનીએ એ પણ શરે કર્યુ છે કે, નવો 5G ફોન ફૂલી લૉડેડ છે અને વધુ ફિચર્સ સાથે આવશે. તમે કંપનીની આ લૉન્ચ ઇવેન્ટને ઘરે બેઠા આઇક્યૂની યુટ્યૂબ ચેનલના માધ્યમથી જોઇ શકો છો.
ફોનમાં મળશે આ સ્પેક્સ -
સ્માર્ટફોનને લૉન્ચ થતા પહેલા કંપનીના સીઇઓ નિપૂણ મોર્યાએ એક ઇન્ટરવ્યૂમાં બતાવ્યુ કે, નવા ફોનમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો ઓઆઇએસ સપોર્ટની સાથે આવશે. ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝૉન પર આ ફોનને ટીઝ કરવામાં આવ્યો, જેનાથી જાણી શકાય છે કે, આ સ્માર્ટફોનમાં બેક સાઇડ પર ડ્યૂલ કેમેરા હશે. સ્માર્ટફોન મીડિયાટેક ડાયમેન્સિટી 920 એસઓસી પર કામ કરશે. સાથે જ આમાં Funtouch OS 13 નો સપૉર્ટ મળશે. સ્માર્ટફોનમાં 5000 એમએએચની બેટરી 44 વૉટનું ફાસ્ટ ચાર્જિંગની સાથે મળશે. આઇક્યૂએ દાવો કર્યો છે કે, આ સ્માર્ટફોન 1 થી 50% ચાર્જ માત્ર 25 મિનીટમાં જ થઇ જાય છે.
આટલી હશે કિંમત -
કંપનીની સીઇઓએ એ વાતની હિન્ટ્સ આપી છે કે, iQOO Z7 5G 20,000 રૂપિયાથી ઓછી કિંમતમાં કે તેની આપસાપ લૉન્ચ થશે. કંપનીએ ગયા વર્ષ iQOO Z6 ને લૉન્ચ કર્યો હતો, અને આ 15,499 રૂપિયામાં વેચાય છે, નવા વેરિએન્ટની કિંમત પણ આની આસપાસ હોઇ શકે છે.