Jio and Disney Hotstar: દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ મનોરંજન જગતનો સૌથી મોટો સોદો કબજે કર્યો છે. આ ડીલ પૂર્ણ થયા બાદ રિલાયન્સ ભારતની સૌથી મોટી એન્ટરટેઈનમેન્ટ કંપની બની જશે. રિલાયન્સ અને વૉલ્ટ ડિઝની વચ્ચે નૉન-બાઈન્ડિંગ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત વૉલ્ટ ડિઝનીના ભારતીય બિઝનેસનો 51 ટકા હિસ્સો રિલાયન્સ પાસે હશે. બંને કંપનીઓના મર્જર બાદ દેશની સૌથી મોટી એન્ટરટેઈનમેન્ટ કંપનીનો જન્મ થશે.


દેશની સૌથી મોટી એન્ટરટેન્ટમેન્ટ કંપની હશે રિલાયન્સ-ડિઝ્ની 
રૉઇટર્સ અને ઇટીના અહેવાલો અનુસાર, મનોરંજન વ્યવસાયનું આ સૌથી મોટું મર્જર ફેબ્રુઆરી 2024 સુધીમાં પૂર્ણ થઈ શકે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સને તેમાં 51 ટકા હિસ્સો મળશે અને 49 ટકા ડિઝની પાસે હશે. આ મર્જરમાં રોકડ અને સ્ટોક બંને સામેલ છે. તેની પૂર્ણાહુતિ સાથે, રિલાયન્સ-ડિઝની દેશની સૌથી મોટી મનોરંજન કંપની બની જશે. રોયટર્સે બે અઠવાડિયા પહેલા અહેવાલ આપ્યો હતો કે બંને કંપનીઓના અધિકારીઓ આ સોદા અંગે ચર્ચા કરવા લંડનમાં મળવા જઈ રહ્યા છે.


અમેઝૉન પ્રાઇમ, નેટફ્લિક્સ, જી અને સોનીનું ટેન્શન વધશે 
આરઆઈએલ અને વૉલ્ટ ડિઝનીના મર્જરથી ઝી નેટવર્ક, સોની ટીવી, એમેઝૉન પ્રાઇમ અને નેટફ્લિક્સને સીધી સ્પર્ધા મળશે. હાલમાં RILનું Jio મીડિયા અને મનોરંજન ક્ષેત્રે ઘણી એપ્સ અને Viacom18 સાથે હાજર છે.


જિઓ સિનેમા અને ડિઝ્ની હૉટસ્ટારમાં ચાલી રહી હતી ટક્કર
આ મર્જરમાં Jio સિનેમાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેની પાસે આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ) ના ઓનલાઈન અધિકારો છે. અગાઉ આ અધિકારો ડિઝની હૉટસ્ટાર પાસે હતા. આ ક્ષેત્રમાં અંબાણી માત્ર ડિઝની તરફથી જ સ્પર્ધાનો સામનો કરી રહ્યા હતા. IPLના ઓનલાઈન રાઈટ્સ જ્યારથી જતા રહ્યા, ડિઝની હોટસ્ટારના યૂઝર્સ ઘટવા લાગ્યા હતા.


ભારતીય કારોબારને વેચવા માંગતી હતી ડિઝ્ની 
રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી 2023થી ડિઝની તેના ભારતીય વ્યવસાયને વેચવા અથવા ભારતીય કંપનીને સંયુક્ત સાહસ માટે ભાગીદાર બનાવવાનો પ્રયાસ કરી રહી હતી. ડિઝની પાસે ઘણી ટીવી ચેનલો અને હૉટસ્ટાર સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પણ છે. મર્જર બાદ બંને કંપનીઓ સંયુક્ત રીતે 1 થી 1.5 અબજ ડોલરનું રોકાણ કરી શકશે.


આગામી મહિને થશે એલાન 
આ મર્જરની જાહેરાત આવતા મહિનાની શરૂઆતમાં થઈ શકે છે. દરખાસ્ત હેઠળ, ડિઝની કોઈપણ રોકડ અને સ્ટોક સ્વેપ ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા પછી ભારતીય કંપનીમાં લઘુમતી હિસ્સો જાળવી રાખશે.