મુંબઈ: ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ પણ અન્ય કંપનીઓની જેમ ડિસેમ્બર મહિનામાં પોતાનો ટેરિફ પ્લાનની કિંમતમાં વધારો કર્યો હતો. પરંતુ હવે જિયો કંપનીએ પોતાના ગ્રાહકો માટે જોરદાર ઓફર લાવી છે. નવું વર્ષ 2020 આવવાને હવે ગણતરીના જ દિવસો રહ્યા છે અને તે પહેલા જિયો પોતાના ગ્રાહકો માટે ‘2020 હેપ્પી ન્યૂ યર’ ઓફર લઈને આવ્યું છે.
જિયોના ખાસ ‘2020 હેપ્પી ન્યૂ યર’ ઓફરમાં સબ્સક્રાઈબર્સ 2020 રૂપિયામાં એક વર્ષ સુધી અનલિમિટેડ સર્વિસનો લાભ લઈ શકશે. 2020 રૂપિયામાં પેમેન્ટ કરવા પર આ ઓફરમાં યૂઝર્સને એક વર્ષ માટે અનલિમિટેડ વોઇસ કોલિંગ, 1.5 GB 4G, દરરોજ 100 SMS અને જિયો એપ્સનું સબ્સક્રિપ્શન આપશે. આ ઓફરની વેલિડિટી 365 દિવસની જ રહેશે.
જો તમે જિયો ફોન ખરીદવા માંગો છો તો કંપની આ ‘2020 હેપ્પી ન્યૂ યર’ ઓફર તમારા માટે ખાસ ઓફર લઈને આવ્યું છે. 2020 રૂપિયામાં યૂઝર્સને એક નવો જિયો ફોન આપવામાં આવશે અને 12 મહિના સુધી અનલિમિટેડ સર્વિસ પણ આપવામાં આવશે. જિયો ફોન યૂઝર્સ અનલિમિટેડ કોલિંગના સિવાય દરરોજ 0.5 એમબી ડેટા અને SMS આપવામાં આવશે.
તેમજ જિયોની આ લિમિટેડ ટાઈમ માટે લોન્ચ કરવામાં આવી છે અને 24 ડિસેમ્બરથી આ ઓફરના બેનિફિટ્સ કસ્ટમર્સ લઈ શકશે. જોકે રિલાયન્સ જિયોના પ્લાનમાં નોન જિયો નંબર્સ પર અનલિમિટેડ કોલિંગ સબ્સ્ક્રાઇબર્સને નહીં મળે.
રિલાયન્સ જિયોના જિયો પર તો અનલિમિટેડ કોલિંગ યૂઝર્સને મળતી રહેશે પરંતુ બાકીના નેટવર્ક પર કોલિંગ માટે FUP લિમિટ આપવામાં આવી છે અને નક્કી મીનિટ્સ 365 દિવસ કોલિંગ માટે આપવામાં આવશે.