Jio New Recharge Plan: ડિસેમ્બરમાં લગભગ તમામ ટેલિકૉમ કંપનીઓ (Telecom Company) ના પ્રીપેડ પ્લાનની ટેરિફ દરો વધારી ચૂકી છે. આવામાં લોકો એવા સસ્તાં પ્લાનની શોધ કરી રહ્યાં છે જેમાં વધુ બેનિફિટ્સ મળે. જો તમે આ પ્રકારના રિચાર્જ પ્લાનને (Recharge Plan) શોધી રહ્યાં છો, તો આ ખબર તમારા માટે કામની છે. અમે તમને બતાવીશુ જિઓ (Jio)ના એક નવા પ્લાન વિશે જેને કંપનીએ તાજેતરમાં જ લૉન્ચ કર્યો છે, અને આની કિંમત પણ ઓછી છે. તમને આમાં કેટલાક પ્રકારના ફાયદાઓ પણ મળશે. જાણો આ પ્લાન વિશે............. 


209 રૂપિયામાં દરરોજ 1 જીબી ડેટા - 
જિઓના ટેરિફ દરો વધાર્યા બાદ ગ્રાહકોને રાહત આપવા માટે આ પ્લાનને લૉન્ચ કર્યો છે. 209 રૂપિયાના આ પ્રીપેડ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી મળે છે. જો ડેટાની વાત કરીએ તો તમને આમાં કુલ  28 જીબી ડેટા મળે છે,એટલે કે દરરોજ 1 જીબી ડેટાનો ઉપયોગ કરી શકે. આ રિચાર્જ પ્લાન અંતર્ગત તમે 28 દિવસ સુધી કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ કરી શકો છો. તમને કંપની દરરોજ 100 મેસેજ મોકલવાની સુવિધા પણ આપે છે. 


જિઓ એપ્સનુ સબસ્ક્રિપ્શન ફ્રી- 
જો તમે આ પ્લાનને પસંદ કરો છો તો કૉલિંગ અને ડેટા ઉપરાંત તમને કંઇક બીજો પણ બેનિફિટ્સ મળશે. જેમ કે તમને આમાં જિઓની તમામ એપ્સ (જિઓ ટીવી, જિઓ સિનેમા, જિઓ હેલ્થ અને અન્ય)નુ સબસ્ક્રિપ્શન મફતમાં મળે છે. 


 


 


Omicron: બ્રિટનમાં 'Omicron' નો વિસ્ફોટ, એક દિવસમાં 101 નવા કેસ, PM બોરિસ જ્હોન્સને કહ્યું - ડેલ્ટા કરતા વધુ ચેપી છે


India Corona Cases: દેશમાં ફરી વધ્યા કોરોનાના કેસ, 60 ટકાથી વધુ કેસ કેરળમાં


હાર્દિક પંડ્યા ક્રિકેટથી થયો દુર, ઇજાઓથી કંટાળીને કઇ મોટી ટૂર્નામેન્ટ રમવાના ચોખ્ખી ના પાડી દીધી, હવે શું કરશે, જાણો વિગતે


ભારત સામેની સીરીઝ પહેલા ગભરાઇ ગઇ દક્ષિણ આફ્રિકાની ટીમ, લઇ લીધો આ મોટો નિર્ણય, જાણો વિગતે


કેટરીનાના લગ્નમાં નહીં જાય પૂર્વ પ્રેમી સલમાન ખાન, અચાનક છેલ્લી ઘડીએ પાડી દીધી ના, જાણો કેમ