JioPhone2માં ફુલ કીબોર્ડ સાથે હોરિઝેન્ટલ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં તમને 2.4 ઇંચની ડિસ્પ્લે અને 512 MBની રેમ મળે છે. તેમાં તમને 4GBની ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. જેને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 128GB સુધી વધારી શકાય છે.
કેમેરાની વાત કરીએ તો ફોનના રિયર એન્ડમાં 2 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે યુઝર્સને આ મોબાઇલના ફ્રન્ટમાં VGA કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોન Wi-Fi, GPS, બ્લૂટૂથ અને FM આપવામાં આવ્યાં છે. ફોનમાં 2000mAhની બેટરી આપવામાં આવી છે અને તે KAI ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. JioPhone2 24 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. ખાસ વાત એ છે કે આ ફોનમાં વૉટ્સએપ અને યુટ્યુબ જેવા ફીચર પણ આપવામાં આવ્યાં છે.