Latest Features of Google: અમેરિકા ઉપરાંત ગૂગલ પોતાના કાર ક્રેશ ડિટેક્શન ફિચરને અન્ય 5 દેશોમાં પણ લાઈવ કરી રહ્યું છે. આમાં ભારત પણ સામેલ છે. ભારત ઉપરાંત આ ફિચર ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, પૉર્ટુગલ અને સ્વિટ્ઝરલેન્ડમાં પણ લૉન્ચ કરવામાં આવ્યું છે. આ જાણકારી એન્ડ્રોઈડ એક્સપર્ટ મિશાલ રહેમાને પોતાની પૉસ્ટમાં શેર કરી છે. ગૂગલે સૌથી પહેલા 2019માં કાર ક્રેશ ડિટેક્શન ફિચરને યુએસમાં લાઈવ કર્યું હતું. આ ફિચર ઈમરજન્સીના સમયે લોકોના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.


ગેજેટ્સ 360ના એક રિપોર્ટ અનુસાર, આ ફિચર હાલમાં ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ નથી. Googleની કાર ક્રેશ ડિટેક્શન સુવિધા ફક્ત Pixel 4a અને પછીના મૉડલ પર જ ઉપલબ્ધ છે અને સુવિધાને ઓપરેટ કરવા માટે ફોનમાં એક્ટિવ સિમ કાર્ડ હોવું જરૂરી છે, એટલે કે આ ફિચર સિમ કાર્ડ વગર કામ નહીં કરે.






કઇ રીતે ઓન કરશો આ ફિચર 
તમારા Pixel ફોનમાં આ સુવિધાને ચાલુ કરવા માટે, "Personal Safety App" પર જાઓ અને "feature" ઓપ્શન પર ક્લિક કરો અને "Car Crash Detection" પર આવો. હવે પ્રક્રિયા પૂર્ણ કરો અને ફેસિલિટી ચાલુ કરો. આ સુવિધા યોગ્ય રીતે કાર્ય કરે તે માટે સ્થાન, શારીરિક પ્રવૃત્તિ અને માઇક્રૉફોન ઍક્સેસને મંજૂરી આપવી મહત્વપૂર્ણ છે.


Google એ Pixel યૂઝર્સ વચ્ચે ગંભીર કાર અકસ્માતોને ઓળખવા માટે આ ફિચર ડિઝાઇન કર્યું છે. આ સુવિધા આપમેળે ઇમરજન્સી સર્વિસોને સૂચિત કરે છે અને યૂઝર્સનું સ્થાન શેર કરે છે, જેથી તાત્કાલિક મદદ પૂરી પાડી શકાય. કાર ક્રેશ ડિટેક્શન ફિચર Google ના Pixel 4a અને પછીના ફોન મૉડલ્સ પર ઉપલબ્ધ છે, જેમાં તાજેતરમાં લૉન્ચ થયેલા Pixel Foldનો સમાવેશ થાય છે. કાર અકસ્માતો શોધવા માટે ફોન, સ્થાન, મૉશન સેન્સર અને નજીકના અવાજો જેવા ડેટાનો ઉપયોગ કરે છે. જો કાર અકસ્માતની જાણ થાય તો Pixel ફોન વાઇબ્રેટ થશે, મોટેથી એલાર્મ વગાડશે અને મદદની જરૂર છે કે કેમ તે પૂછશે. જો યૂઝર કોઈ કાર્યવાહી કરે છે તો ફોન તેને પૂર્ણ કરે છે. જો કોઈ કાર્યવાહી ના મળે, તો આ સુવિધા સીધો 112 પર કૉલ કરશે જે યુનિવર્સલ ઇમરજન્સી સર્વિસ નંબર છે અને તમારું સ્થાન શેર કરશે. આ રીતે મુશ્કેલીના સમયે મદદ તમારા સુધી પહોંચી શકે છે.


 


Car loan Information:

Calculate Car Loan EMI