નવી દિલ્હી: દેશમાં એલપીજી સિલિન્ડર ( Gas cylinder)ના વધતા ભાવને લઈ સૌ કોઈ પરેશાન છે. ત્યારે 1 એપ્રિલથી રાંધણ ગેસના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.  હાલમાં દિલ્હી (Delhi)માં 14.2 કિલોગ્રામ સિલિન્ડરની કિંમત 809 રૂપિયા છે. તેની વચ્ચે ગેસ સિલિન્ડર ( Gas cylinder) ખરીદવા માટે પેટીએમ (Paytm) ગ્રાહકો માટે એક ખાસ ઓફર લઈને આવ્યું છે. આ ઓફરમાં ગ્રાહક એલપીજી સિલિન્ડર ( LPG Gas cylinder) માત્ર નવ રૂપિયામાં ખરીદી શકે છે. 


જાણો શું છે ઓફર 


પેટીએમ(Paytm) એ એપ્રિલ મહિનામાં કેશ બેક ઓફર શરુ કરી છે. આ ઓફર હેઠળ જો તમે ગેસ સિલિન્ડર (Gas cylinder) બુક કરશો તો તમને 800 રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે. જો કે, આ ઓફર ફક્ત પ્રથમ વખત ફર્સ્ટ ટાઈમ યૂઝર્સ માટે જ  છે. પેટીએમની આ ખાસ ઓફર માત્ર 30 એપ્રિલ 2021 સુધી જ છે. 


જો તમે પેટીએમ (Paytm)થી પહેલીવાર ગેસ સિલિન્ડર (Gas cylinder)બુકિંગ કરી રહ્યાં છો તો તમને એક સ્ક્રેચ કાર્ડ મળશે. જેને 7 દિવસની અંદર યૂઝ કરવા પર તમને રૂપિયા 10થી લઈને 800 રૂપિયા સુધી કેસબેક મળી શકે છે. જો કે, ઓફરની શરત છે કે, તમારે 500 રૂપિયાથી ઓછી કિંમતમાં પેમેન્ટ કરવું પડશે. 


આ રીતે ઉઠાવો ઓફરનો ફાયદો 


-  સૌપ્રથમ મોબાઇલ ફોનમાં Paytm એપ્લિકેશન પર તમારી ગેસ એજન્સી સાથે સિલિન્ડર બુકિંગ કરવું પડશે
 - તેના બાદ પેટીએમ એપ્લિકેશનમાં શો મોર પર ક્લિક કરો
 - હવે રિચાર્જ અને Pay Bills પર ક્લિક કરો
- તેના  બાદ book a cylinderનો વિકલ્પ દેખાશે
-  અહીં તમારા ગેસ પ્રોવાઈડરને સિલેક્ટ  કરો
-  બુકિંગ કરતા પહેલા, તમારે FIRSTLPG નો પ્રોમો કોડ દાખલ કરવો પડશે. 
- બુકિંગના 24 કલાકમાં તમને કેશબેકનું સ્ક્રેચ કાર્ડ મળશે.
 - સ્ક્રેચ કાર્ડનો ઉપયોગ 7 દિવસની અંદર કરવો પડશે.


Gujarat Lockdown Update: ગુજરાતમાં લોકડાઉન લાદવા મુદ્દે રૂપાણી સરકારની મોટી જાહેરાત, જાણો નીતિન પટેલે શું કહ્યું


ગુજરાતમાં ફૉર વ્હીલર-ટુ વ્હીલરના માલિકો માટે ખરાબ સમાચાર, જાણો રૂપાણી સરકારે શાના ચાર્જમાં કરી દીધો વધારો?