Mobile Phone Addiction in Children: 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં સ્માર્ટફોનનું વ્યસન આંખો માટે હાનિકારક માનવામાં આવે છે. જો કે, ડોકટરોએ શનિવારે ચેતવણી આપી હતી કે ડિવાઇસનો વધુ પડતો સમય ઉપયોગ શારીરિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે અને બીજી સમસ્યાઓ પણ પેદા કરી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ની માર્ગદર્શિકા અનુસાર, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ ઓછા સમય સુધી ફોન જોવો જોઇએ. જ્યારે યુએન આરોગ્ય સંસ્થા શિશુઓ અને 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મોબાઇલ ફોન ન આપવાની ભલામણ કરે છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે 2 વર્ષની ઉંમરના બાળકો એક કલાકથી વધુ સમય સુધી સ્ક્રીનના સંપર્કમાં ન રહે.


જો કે, ગુરુગ્રામની મેદાંતા ધ મેડિસિટીના ડૉ. રાજીવ ઉત્તમ, પેડિયાટ્રિક પલ્મોનોલોજી, ક્રિટિકલ કેર પેડિયાટ્રિક્સ (PICU)એ IANS ને જણાવ્યું હતું કે દોઢ વર્ષથી નાની ઉંમરના બાળકોને પણ તેમના માતાપિતા દ્વારા સ્માર્ટફોન આપવામાં આવે છે.


ડૉક્ટરે કહ્યું કે જે બાળકો સ્માર્ટફોન જેવા ગેજેટ્સ પર વધુ પડતો સમય વિતાવે છે તેમાં ઝાડા, તાવ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ જોવા મળે છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે સ્માર્ટફોનનો ઉપયોગ આંખો પર નકારાત્મક અસર કરે છે. બાળકોમાં લાંબા સમય સુધી સ્માર્ટફોનનો ઉપયોગ દ્રષ્ટિને હાનિ  અને સૂકી આંખો સહિત અન્ય સમસ્યાઓ સાથે જોડાયેલો છે.


દ્વારકા સ્થિત મણિપાલ હોસ્પિટલના પીડિયાટ્રિક કન્સલ્ટન્ટ ડો. વિકાસ તનેજાએ જણાવ્યું હતું કે આ મુખ્યત્વે રેડિયેશનને કારણે છે, કારણ કે બાળકો તેમના મોબાઈલ ફોનનો ખૂબ નજીકથી ઉપયોગ કરે છે. તેનાથી બાળકોની આંખો પર વધુ પડતું દબાણ આવી શકે છે, જેના કારણે આંખો લાલ થઈ જાય છે અને વધુ પડતી ખંજવાળ આવે છે. તેનાથી વારંવાર ઘસવાની અને પાણી નીકળવાની સમસ્યા થઈ શકે છે. માથાનો દુખાવો થઈ શકે છે અને તેમની ઊંઘમાં વિક્ષેપ પડી શકે છે. મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગથી આંખની સમસ્યા થઈ શકે છે. આંખના સ્નાયુઓ પણ તેના ઉપયોગથી પ્રભાવિત થઈ શકે છે. ઓછી ઊંઘ પાછળથી ચિંતા અને હતાશાનું કારણ બની શકે છે. સામાન્ય રીતે આવા બાળકો એકલા રહે છે, આત્મસન્માન ઓછું હોય છે, અત્યંત ચીડિયા બને છે, ખૂબ આક્રમકતા અને વર્તણૂકમાં ફેરફાર કરે છે અને તેઓ જલદી ગુસ્સે થઇ જાય છે.