Motorola New Phone: ટેક કંપની મોટોરોલા (Motorola) માર્કેટમાં બહુ જલ્દી એક ખાસ સ્માર્ટફોન (Smartphone) ઉતારવાનુ પ્લાનિંગ કરી રહી છે. કંપની એવા ફોન પર કામ કરી રહી છે જે ભારતીય યૂઝર્સને સૌથી વધુ પસંદ છે, આ ફોનમાં તેનો કેમેરો એકદમ બેસ્ટ રીતે તૈયાર કરવામાં આવી રહ્યો છે.
રિપોર્ટ અનુસાર, મોટોરોલા કંપની મોટોરોલા એઝ 30 અલ્ટ્રા (Motorola Edge 30 Ultra) નામન ફ્લેગશિપ લૉન્ચ બહુ જલ્દી લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ ફોનને મોટોરોલા ફ્રન્ટીયર (Motorola Frontier) કૉડનેમ આપવામા આવ્યુ છે. આની સૌથી મોટી ખાસિયત તેનો કેમેરો હશે. આ ફોન આ વર્ષે માર્કેટમાં લૉન્ચ થઇ શકે છે. જાણો વિગતે.....
ફોન પર એક નજર-
રિપોર્ટ અનુસાર, કંપની ફ્રન્ટીયર કૉડનેમ/એઝ 30 અલ્ટ્રા (Motorola Edge 30 Ultra) પર લગભગ તમામ કામ પુરુ કરી ચૂકી છે. આ ફોન મોટો એઝ એક્સ 30 (Motorola Edge X 30)નુ અપડેટેડ વર્ઝન હશે. આમાં 200 મેગાપિક્સલનો કેમેરો (Camera) હોઇ શકે છે. હજુ સુધી આટલા મોટા સેન્સર વાળો ફોન માર્કેટમાં નથી આવ્યો.
મોટોરોનાના મોટોરોલા એઝ 30 અલ્ટ્રા સ્માર્ટફોનની ટક્કર માર્કેટમાં Vivo V23 Pro અને OnePlus 8T સાથ થશે.
આ પણ વાંચો---
Coronavirus New Cases: છેલ્લા 24 કલાકમાં 2 લાખ 58 હજાર કોરોના કેસ આવ્યા, ઓમિક્રોન કેસ 8 હજારને પાર
NEET PG 2022 નું રજીસ્ટ્રેશન શરૂ, પરીક્ષાનું સમયપત્રક જાણવા અહીં ક્લિક કરો