Motorola Razr 50: સ્માર્ટફોન નિર્માતા કંપની મોટોરોલા ટૂંક સમયમાં ભારતીય બજારમાં નવો સ્માર્ટફોન લૉન્ચ કરવા જઈ રહી છે. ઘણા સમયથી આ સ્માર્ટફોનના લૉન્ચની અટકળો ચાલી રહી હતી. કંપનીએ હવે આ સ્માર્ટફોનને લૉન્ચ કરવાની મંજૂરી આપી દીધી છે. ખરેખર, મોટોરોલા ટૂંક સમયમાં દેશમાં તેનો નવો ફ્લિપ સ્માર્ટફોન Moto Razr 50 લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આ સ્માર્ટફોનમાં શાનદાર કેમેરા સેટઅપની સાથે પાવરફુલ બેટરી પણ જોવા મળી શકે છે. જાણો અહીં આ ફ્લિપ સ્માર્ટફોન વિશેની ડિટેલ્સ...
મોટોરોલાનો નવો ફ્લિપ સ્માર્ટફોન
જાણકારી અનુસાર, મોટોરોલા પ્રીમિયમ સેગમેન્ટમાં Motorola Razr 50 ફ્લિપ સ્માર્ટફોન લૉન્ચ કરવા જઈ રહી છે. આ સ્માર્ટફોનનું ઓફિશિયલ ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોનને મોટા એક્સટર્નલ ડિસ્પ્લે સાથે માર્કેટમાં લૉન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનની ડિઝાઇન એકદમ આકર્ષક હશે.
Motorola Razr 50 Ultra પહેલાથી જ થઇ ચૂક્યો છે લૉન્ચ
મોટોરોલાએ પહેલા જ Moto Razor 50 Ultra લૉન્ચ કરી દીધુ છે. તમને જણાવી દઈએ કે Razr 50 અને Razr 50 Ultraને ચીનમાં જૂનમાં લૉન્ચ કરવામાં આવ્યા છે. જુલાઈ મહિનામાં અલ્ટ્રા વેરિઅન્ટ અન્ય સ્થળોએ પણ લૉન્ચ કરવામાં આવ્યું હતું. Motorola Razr 50 Ultra ભારતીય બજારમાં 4 જુલાઈના રોજ લૉન્ચ કરવામાં આવી હતી. હવે એવું માનવામાં આવે છે કે કંપની આ નવા ફ્લિપ સ્માર્ટફોનને પણ આ મહિનાના અંત સુધીમાં ભારતીય બજારમાં લૉન્ચ કરી શકે છે. આ ઉપરાંત તે પ્રીમિયમ સેગમેન્ટમાં ઘણા સ્માર્ટફોનને સીધી ટક્કર પણ આપી શકશે.
કેટલી હશે કિંમત
હાલમાં કંપનીએ આ ફોનની કિંમતો જાહેર કરી નથી. પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કંપની આ નવો ફોન અલ્ટ્રા વેરિઅન્ટ કરતા થોડી વધુ કિંમતે લૉન્ચ કરી શકે છે. તેમાં કેટલીક નવી સુવિધાઓ ઉમેરવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો
Jioનો ધાંસૂ પ્લાન લૉન્ચ, માત્ર 200 રૂ.થી પણ ઓછામાં મળશે ડેઇલી 2GB ડેટા, જાણો ડિટેલ્સમાં...