નવી દિલ્હીઃ મોટોરોલા (Motorola Mobile) બહુ જલ્દી ભારતમા બે નવા સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે. કંપનીએ તાજેરમાં જ ભારતમાં મોટો જી10 (Moto G10) અને મોટો જી301 (Moto G30)ને લૉન્ચ કર્યા છે. આ ફોન લાંબી બેટરી લાઇફ (Long Battary Life) ઇચ્છનારાઓ માટે ખાસ છે, પરંતુ હવે મોટોરોલા હવે એવા ફોન લૉન્ચ કરવાની યોજના બનાવી રહ્યુ છે જેમાંથી એકનો કેમેરો 108 મેગા પિક્સલનો (108 MP Camera Phone) હશે. 


108 મેગાપિક્સલના (108 MP Camera Phone) નવા ફોનથી વધશે પ્રતિસ્પર્ધા... 
ટેકનોલૉજી અને બજેટ સંબંધિત સલાહ આપનારા મુકુલ શર્માએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે આગામી મોટો-G સીરીઝ (Moto G Series) ફોનમાંથી એક મુખ્ય ફિચર 108-મેગાપિક્સલનો કેમેરો (108 MP Camera Phone) હશે. આ ફોનનુ નામ Moto G60 હોઇ શકે છે. જો આ વાત સાચી નીકળશે અને મોટોરોલા 108 મેગાપિક્સલનો કેમેરાની સાથે માર્કેટમાં નવો ફોન લૉન્ચ કરે છે, તો આ Realme 8 Pro અને Redmi Note 10 Pro Max માટે તગડી સ્પર્ધા થશે. 


32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ હશે.... 
Realme 8 Pro અને Redmi Note 10 Pro Max બન્ને જ આ સેગમેન્ટના બેસ્ટ ફોન છે. આ બન્નેમાં 108 મેગાપિક્સલના કેમેરા છે, જે ખુબ જ સારા છે. મોટોરોલાના આ નવા ફોન વિશે એ પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, તેમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ હશે. સાથે જ 120 Hz રિફ્રેશ રેટ વાળી બેસ્ટ ડિસ્પ્લે પણ આ ફોનમાં હશે. ફોનમાં પાછળના ભાગમાં અસલમાં ત્રણ કેમેરા જ હશે, પરંતુ આમાંથી એક લેન્સમાં બે ફંક્શન આપવામાં આવશે. 


લૉન્ચ થનારા બીજા ફોન વિશે હજુ નથી મળી જાણકારી...
મોટોરોલા આ ફોન પર 120Hzના રિફ્રેશ રેટની સાથે 6.78 ઇચની ફૂલ એચડી+ ડિસ્પ્લે ઓફર કરી શકે છે. ફોન 6GB રેમ અને 128GBના UFS 2.1 સ્ટૉરેજની સાથે આવી શકે છે. આશા છે કે ફોનમાં મોટોરોલા સ્નેપડ્રેગન 732G ચિપસેટ પ્રૉસેસર આપશે. Moto G સીરીઝની બીજી અપકમિંગ સ્માર્ટફોન વિશે હાલ કોઇ જાણકારી બહાર નથી આવી.