નવી દિલ્હીઃ વૉટ્સએપમાં અવારનવાર નવા નવા ફિચર્સ આવતા રહે છે, જે ખાસ કરીને દરેક યૂઝર્સને કામના હોય છે, હવે કંપની એક નવા ફિચર પર ધ્યાન આપી રહી છે, જેનાથી ઓનલાઇન સ્ટૉકિંગથી છુટકારો મળી શકે છે. ખાસ વાત છે કે, ચેટિંગ અનુભવને સુધારવા માટે નવા અપડેટ્સ આવતા રહે છે, પરંતુ ઘણીવાર આવી સુવિધાઓનો દુરુપયોગ પણ થાય છે. કેટલીક થર્ડ પાર્ટી એપ્સ ઓનલાઈન એક્ટિવિટી ટ્રૅક કરવા માટે WhatsAppના ‘લાસ્ટ સીન’ સ્ટેટસ અને ‘ઑનલાઈન’ સ્ટેટસનો ઉપયોગ કરે છે. આના કારણે વૉટ્સએપ યૂઝર્સનો ડેટા જોખમમાં મુકાઇ શકે છે.   


વોટ્સએપ બીટા ફિચર્સને ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoના રિપોર્ટ અનુસાર, ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લીકેશનમાં થર્ડ પાર્ટી એપ્લિકેશનને ટાઈમ લોગ્સ એક્સેસ કરવાથી રોકવા માટે નવા ફીચર્સ ઈન્ટીગ્રેટ કર્યા છે.


WhatsApp પર ઓનલાઈન સ્ટોકિંગ કેવી રીતે થાય છે
એન્ડ્રોઇડ પર Google Play Store અને iOS પર Apple App Store માંથી કેટલીક થર્ડ પાર્ટી એપ્લિકેશનો ‘ઓનલાઈન’ સ્ટેટસ ટાઈમ અને ‘લાસ્ટ સીન’ ટાઈમ લોગ કરવા માટે એપમાંથી ડેટા એક્સેસ કરી શકે છે. આને રોકવા માટે હવે વૉટ્સએપે કેટલાક અપડેટ આપ્યા છે. 


જ્યાં સુધી બંને એકાઉન્ટ પર ‘લાસ્ટ સીન’ સ્ટેટસ એક્ટિવેટ નહીં થાય ત્યાં સુધી યુઝર્સ લાસ્ટ સીન જોવા નહીં મળે, અને યુઝર્સ એકબીજાનું ઓનલાઈન સ્ટેટસ (Online Status) જોઈ શકશે નહીં. લાસ્ટ સીન જોવા માટે, બંને એકાઉન્ટ્સ વચ્ચે ચેટ હિસ્ટ્રી હોવી જરૂરી છે. જો તમે હજુ પણ યૂઝર્સના લાસ્ટ સીન અને ઓનલાઈન સ્થિતિ જોઈ શકતા નથી, તો તમારા કોન્ટે્કટએ તેમના તમામ સ્ટેટ્સ શેર કરવાનું બંધ કરી દીધું છે અથવા ફક્ત મર્યાદિત સંખ્યામાં વપરાશકર્તાઓને તેમની માહિતી જોવાની મંજૂરી આપી છે. આમ આ રીતે રોકી શકાશે. 


 


આ પણ વાંચો


Kashi Vishwanath Corridor: PM મોદી આજે જે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરી રહ્યાં છે, તેની વિશેષતા શું છે જાણો


 Kashi Vishwanath Corridor: PM મોદીનો બનારસને લઈને સૌથી મોટો સંકલ્પ પૂર્ણ, આજે કાશી વિશ્વનાથ કોરિડોરનું કરશે ઉદ્ઘાટન, જાણો શું સંપૂર્ણ કાર્યક્રમ


Petrol Diesel Rate Today 13 December 2021: જાહેર થઇ પેટ્રોલ ડિઝલની નવી કિંમત, જાણો આપના શહેરમાં શું છે રેટ


Omicron: દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 5 નવા કેસ, આ રાજ્યોમાં મળ્યા સંક્રમિત દર્દીઓ, કુલ કેસની સંખ્યા થઈ 38